SHUBMAN GILL CENTURY AHMEDABAD: ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડી દીધો હતો.
INDIA VS NEWZEALAND AHMEDABAD: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-20 મેચ રમાવાની છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડી દીધો હતો.
ભારતીય ક્રિકેટર તરફથી ટી-20માં સૌથી વધુ સ્કોર
શુભમન ગિલે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને 126 રન માત્ર 63 બોલ રમીને કરી લીધા હતા. શુભમન ગિલ ઓપનિંગમાં ઈશાન કિશન સાથે ઉતાર્યો હતો. કિશન આજે પણ ફ્લોપ રહ્યો હતો. ત્યાર પછી રાહુલ ત્રિપાઠીએ જોરદાર ફટકાબાજી કરતાં 44 રન ધડાધડ બનાવી દીધા હતા. જો કે તે પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો અને કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સાંભળી લીધી હતી અને 17 બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 30 રન ફટકાર્યા હતા. સામે છેડે ઓપનર ઇન ફોર્મ બેટર ઈશાન કિશન આગવા ટચમાં દેખાયો હતો.
ભારતીય ક્રિકેટના ભગવાન માનવામાં આવતા ખેલાડી સચિન તેંડુલકર પણ આ મેચમાં હાજર રહ્યા હતા અને શુભમને તેઓની સામે સદી ફટકારી હતી.
જો કે સોશ્યલ મીડિયામાં લોકો મજાક કરતા જોવા મળ્યા હતા કે શુભમને સસરાની સામે સદી ફટકારી હતી કારણ કે અફવાઑ અનુસાર શુભમન સચિનની દીકરી સારાને ડેટ કરતો હોવાનું જ્નાવાઈ રહ્યું છે.
#TeamIndia have won the toss and elect to bat first in the series decider match.
જો કે હાર્દિકના આ નિર્ણય સાથે ટીમના પૂર્વ આસિસ્ટન્ટ કોચ રહી ચૂકેલા સંજય બાંગરે આ નિર્ણયને વખોડ્યો હતો અને કહ્યું હતું કે તમે ઉમરાન મલિકને ટીમમાં લીધો છે એટ્લે કે ઘાસ છે પિચ પર અને માટે ચેઝ કરવો એ જ સારો નિર્ણય રહે એમ હતો. એવામાં હાર્દિકે વિપરીત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ મેચમાં કેપ્ટન હાર્દિકે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક આપી હતી. અહીં પિચ પર ઘાસ હોવાના કારણે કદાચ ટીમ મેનેજમેંટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ હતી. સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે 2021માં મે અહીથી જ મારા સારા ફોર્મની શરૂઆત થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર