Home /News /gujarat /શ્રદ્ધાના શરીરના ટુકડા જ્યાં ફેંક્યા છે, આફતાબને ફરી લઈ જશે પોલીસ, ફરીથી ઊભો કરશે ક્રાઇમ સીન

શ્રદ્ધાના શરીરના ટુકડા જ્યાં ફેંક્યા છે, આફતાબને ફરી લઈ જશે પોલીસ, ફરીથી ઊભો કરશે ક્રાઇમ સીન

શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસ એક્શનમાં

Shraddha Murder Case: દિલ્હીની હીચકારી ઘટના એવી શ્રદ્ધા હત્યા કેસમાં હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને પોલીસ આરોપી આફતાબ સાથે ક્રાઇમ સીન રીક્રીએટ કરવાની છે.

    Shraddha Walker Murder Case: શ્રદ્ધા વોકર મર્ડર કેસ ની ગૂંચવાયેલી કડીઓને જોડવા માટે દિલ્હી પોલીસ આજે ક્રાઈમ સીન ફરીથી રિપીટ કરશે. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ આજે આરોપી (aftab poonawala) ને ગુના સ્થળ પર લઈ જશે. જ્યાં આરોપી (aftab poonawala)એ અંજામ આપેલી સમગ્ર ઘટનાનું આબેહૂબ પુનરાવર્તન કરવામાં આવશે.

    આમાં ઝઘડાની શરૂઆતથી લઈને મૃતદેહના ટુકડા કરવા સુધીની ઘટનાઓ અને પછી તેનો નિકાલ કેવી રીતે કર્યું તે સામેલ છે. ક્રાઈમ સ્પોટ બાદ પોલીસ ટીમ તે જંગલમાં પણ જશે, જ્યાં આરોપીએ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફેંક્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 12થી વધુ શ્રદ્ધાના શરીરના ટુકડા કબજે કર્યા છે. પોલીસને શંકા છે કે બાકીના ટુકડા અથવા તેના અવશેષો જંગલમાંથી મળી શકે છે.

    આ પણ વાંચો:  હૈવાનિયતની હદ! ફ્રિજમાં પડ્યા હતા શ્રદ્ધાનાં 35 ટુકડા અને આફતાબ એ જ રૂમમાં બીજી સાથે...

    ક્રાઈમ સીન રિક્રિએશન

    પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન સમગ્ર ઘટનાને સમજવાની સાથે પોલીસનું મુખ્ય ફોકસ ગુમ થયેલા પુરાવા શોધવા પર રહેશે. આ માટે પોલીસની સાથે ફોરેન્સિક નિષ્ણાંતની ટીમ આવશે તથા સાથે ડોગ સ્કવોડની એક-બે ટીમો પણ હાજર રહેશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા દિવસો વીતી ગયા છે. આવી સ્થિતિમાં પોલીસ સમક્ષ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધવાનો સૌથી મોટો પડકાર છે.હકીકતમાં આ સમય દરમિયાન મૃતદેહના ટુકડા સડી જવાની પ્રબળ સંભાવના છે. જોકે પોલીસને આશા છે કે તેના હાડકાના ટુકડા મળી શકે છે.

    આ પણ વાંચો: ડેટિંગ એપ પર મળ્યા, મા-બાપ સાથે લડીને લીવ ઇનમાં રહ્યા, લગ્નની માંગ કરી તો આફતાબે કરી દીધી શ્રદ્ધાની હત્યા

    ક્રાઈમ સીન રિક્રિએશન શું છે અને કેવી રીતે કરવામાં આવે છે?

    ફોરેન્સિક નિષ્ણાતોના મતે, કોઈ પણ ઘટનામાં પાંચ પ્રશ્નોના જવાબો શોધવા માટે ક્રાઈમ સીનને રિક્રિએટ કરવામાં આવે છે. આ પાંચ પ્રશ્નો છે શું થયું, કેવી રીતે થયું, ક્યાં થયું, કોના થી થયું, ક્યારે થયું, કોણે કર્યું અને શા માટે થયું વગેરે. આમાં, પોલીસ ગુનેગારની ઓળખ અને ઉપલબ્ધ ભૌતિક પુરાવાઓના આધારે ગુનાના સ્થળે સમગ્ર ઘટનાનું આબેહૂબ રીતે પુનરાવર્તન કરે છે. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા વિડિયો કેમેરાની સામે કરવામાં આવે છે.



    ગૂગલ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે

    પોલીસે જણાવ્યું કે દિલ્હી પોલીસના સાયબર સેલને પણ આ મામલાની તપાસ માટે બોલાવવામાં આવી છે. આ ટીમ શ્રધ્ધા અને આરોપી આફતાબની કોલ ડિટેઈલ તેમજ તેમના સોશિયલ મીડિયા અને ગૂગલ હિસ્ટ્રીની તપાસ કરશે. સાયબર સેલની ટીમના રિપોર્ટ અને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શનના રિપોર્ટના આધારે પોલીસ અને ફોરેન્સિક ટીમ તેની સંપૂર્ણ ચાર્જશીટ તૈયાર કરશે. આ તમામ કવાયત આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા અને સાક્ષીઓની યાદી તૈયાર કરવા માટે કરવામાં આવી રહી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Crime news, Delhi Crime, Delhi News, Mumbai News, Shraddha Murder Case, હત્યા કેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन