Home /News /gujarat /

સુરત : કોરોનાના 10 કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં કરિયાણાની શાકભાજીની દુકાનો બંધ રહેશે

સુરત : કોરોનાના 10 કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં કરિયાણાની શાકભાજીની દુકાનો બંધ રહેશે

સુરત જિલ્લામાં વધુ 30 કેસ પોઝિટિવ નોંધાયા, જાણો આજે ક્યાં વિસ્તારમાં અને કોને કોરોનાનો ચેપ લાગ્યો

સુરત જિલ્લામાં વધુ 30 કેસ પોઝિટિવ નોંધાયા, જાણો આજે ક્યાં વિસ્તારમાં અને કોને કોરોનાનો ચેપ લાગ્યો

  સુરત :  કોરોના વાઇરસને લઈને સુરત માં સતત કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજે વધુ 29 કેસ શહેરી વિસ્તરમાં નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ સામે આવતા દર્દી સંખ્યા 783 પર પહોંચી છે. જોકે, સુરત મહાનગર પાલિકાના કર્મચારી પરિવાર સાથે સિવિલ હોસ્પિટલના કર્મચારીની પત્ની સાથે 3 શાકભાજી વાળના રિપોર્ટ પણ આજના કેસોમાં પોઝિટિવ આવ્યો છે, ત્યારે એક મેડિકલ સંચાલક નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડધામ મચી જવા પામી છે. દરમિયાન તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં જે વિસ્તારોમાં કોરોના વાયરસના 10 કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જો કોઈ દુકાનદારો દુકાન ખોલશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવશે.

  દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને વધતા અટકાવવા માટે સુરતમાં ઇન્ડિયન એરફોર્સના હર્ક્યુલસ ગ્લોબ માસ્ટર C-17 માં પેરા મીલીટરી ફોર્સની બે કંપની ઉતારવામાં આવી. શહેરના કન્ટેઇનમેન્ટ ઝોનની કિલ્લેબંધી કરી અને તેમા પેરામિલિટરી ફોર્સ બંદોબસ્ત કરશે.

  કોરોના ને લઇને એક બાજુ લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે બીજી બાજુ લોકો સતત લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.  સુરતમાં દરોજ દર્દી સંખ્યા વધી રહી છે ત્યારે આજરોજ શહેર વિસ્તારમાં 29 અને જિલ્લામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે સુરત શહેરમાં વિસ્તારમાં 742 જયારે ગ્રામય 41 દર્દી નોંધાતા દર્દી સંખ્યા 783 પર પોહચી છે.

  આ પણ વાંચો :   Lockdownમાં વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓને વતન લવાશે, ટિકિટ જાતે લેવી પડશે, જાણો સરકારનો પ્લાન

  આખું પરિવાર કોરોનાગ્રસ્ત થયું

  જોકે આજે આવેલા કોરોના રિપોર્ટ માં મહાનગર પાલિકાના  ઉધના ઝોનમાં એસએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રહલાદ ટી.મરાઠેનો કોરોના ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યા બાદ  તેની પત્ની હેમલતા મરાઠે પુત્ર પ્રશાંત મરાઠે  પુત્રી રેખા ‌વિનોદ પાટીલ  અને માત્ર 6 જ મ‌હિનાની પૌત્રી જાન્વી પાટીલનો ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો.

  રસોઈ કરતા બહેન પોઝિટિવ થયા  

  નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલના બર્ન્સ વોર્ડમાં ફરજ બજાવતા રમેશ સાવંતની પત્ની સુ‌નિતા રમેશ સાવંત નો ‌રિપોર્ટ પો‌‌ઝિટીવ આવ્યો હતો. ‌વિગતો મુજબ સુ‌નિતા ડોક્ટર્સને ત્યાં રસોઇ બનાવવાનું કામ કરે છે. સુ‌નિતા સાવંત અગાઉ નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલ કેમ્પસમાં જ રહેતા હતા  મનપાનાં હાઇડ્રો‌લિક ‌વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને પાંડેસરા રહેતા જ્ઞાનેશ્વર પાટીલને બે ‌દિવસ પહેલા કોરોના પો‌ઝિટીવ આવ્યો હતો.

  આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં સાયબર ચોર સક્રિય, Paytm KYCના નામે નોકરિયાતના 2.41 રૂ લાખ પડાવી લીધા

  મંગળવારે પ‌રિવારના બે સભ્યોને આજે સંક્રમણની અસર થઇ હતી. જ્ઞાનેશ્વર પાટીલ ના પુત્ર ‌વિકાસ  અને ‌વિશાલ પાટીલ નો‌ ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો  મેડીકલ સ્ટોર્સ ચલાવતા ‌પિંકલ શાહ નો  ‌રિપોર્ટ પો‌ઝિટીવ આવ્યો હતો. ભાઠેના ‌વિસ્તારમાં મેડીકલ સ્ટોર્સ ચલાવતા ‌પિંકલ શાહ દવા લેવા આવતા લોકોના સંપર્કમાં આવતા સંક્ર‌મિત થયા હોય શકે.

  3 શાકભાજી વિક્રેતા પણ સંક્રમિત

  જોકે આ સાથે  3 શાકભાજી વિક્રેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છ  આમતો આજે જિલ્લા એકના મોટ સાથે સુરત મોતનો આંકડો 35 પર પોચી ગયો છે ત્યારે આગામી દિવસ માં તંત્ર દ્વારા લોકડાઉં વધુ કડક કરે તેવી શક્યતા દેખાઈ રહી છે
  Published by:user_1
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन