શું તમે મોંધી ખરીદી કરવા જાવ છો? આ 5 સવાલ મદદ કરશે
ઘણી વાર કોઈ મોટી ખરીદી કર્યા બાદ બજેટ લથડી પડે છે. ઘણી વાર જરૂરી સામાન લેવાય છે, તો ઘણી વાર બિનજરૂરી સામાન લેવામાં ઘરના જરૂરી કામ પણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. તેથી અમે જણાવી રહ્યા છે એવા ફંડા, જેને તમે ખરીદી પહેલા જ વિચારી લો તો ઘણી મદદ મળશે
કોઈ પણ મોંઘા ઘરેલૂ સામાન ખરીદતા પહેલા એ વાત પર વિચારી લો કે તમને એની જરૂરત છે. ઘણી વાર દેખાદેખીમાં આપણે એવી વસ્તુઓ લઈ લઈએ છે જેની કોઈ જરૂર નથી હોતી.
ઘણી વાર એવી ચીજ લઈ લઈએ છે જે એક જ વાર કામ આવે છે, પરંતુ પછી તેની જરૂર નથી પડતી. તો એવામાં ખરીદવા માટે પૈસા ખર્ચ કરવા કરતા પોતાના ઘર કે મિત્રો પાસે પણ લઈને કામ ચલાવી શકે છે.
કંઈ પણ લેતા પહેલા એ જરૂર વિચારો કે તેની કિંમત શું તેની જરૂરિયાત સાથે મેળ ખાય છે.. ઘણી વખત કોઈ જરૂરિયાત કે હડબડીમાં આપણે મોંધી કિંમત પર કંઈ લઈ લે છે અને તે પછી પસ્તાય છે.
સામાન લેવા માટે તેની રિટર્ન પોલીસી પર જરૂર વિચારવું જોઈએ. મોંઘા ઉત્પાદકોની સાથે હંમેશા રિટર્ન પોલીસી હોય છે. જો નક્કી સમયની અંદર સામાનમાં કંઈ પણ તૂટ-ફૂટ થાય છે તો મફતમાં તેની સર્વિસિંગ કરાવી શકાય છે. તેને સુનિશ્ચિત કર્યા બાદ જ સામાન ખરીદવાનું વિચારજો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર