ગુજરાતી ફિલ્મ, મ્યૂઝીક આલ્બમ અને ટેલિવિઝનનું શૂટિંગ બુધવારથી શરુ થશે


Updated: June 2, 2020, 11:02 PM IST
ગુજરાતી ફિલ્મ, મ્યૂઝીક આલ્બમ અને ટેલિવિઝનનું શૂટિંગ બુધવારથી શરુ થશે
પ્રતિકાત્મક તસવીર

નિર્માતાઓએ ચોક્કસ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત સૌથી વધારે કફોડી થઇ ગઇ હતી કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ જૂનિયર કલાકારોથી લઈને ક્રુ મેમ્બર્સ આર્થિક રીતે પાયમાલ થઇ ગયા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી એ જ જોશ અને જુસ્સા સાથે ઊભી થાય તે માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ દિગ્ગજ કલાકારો ગુજરાત સરકાર સાથે સંપર્કમાં હતા. આવા સંજોગોને કારણે ગુજરાતના જાણીતા અભિનેતા અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ સીએમના અગ્રસચિવ અશ્વિનીકુમાર સાથે વાતચીત કરી એક પત્ર આપ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી શરૂ કરવા માટેની પહેલ કરી હતી. બીજી તરફ જાણીતા નિર્માતા અભિલાષ ઘોડાએ પણ ગુજરાત સરકારને સતત સૂચનો કર્યા હતા. જેને ધ્યાનમાં લઇને આખરે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવાની પરમિશન આપી દેવામાં આવી છે. જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન અને મ્યુઝિક આલ્બમનું શૂટિંગ માટે નિર્માતાઓએ ચોક્કસ ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

ફિલ્મના શૂટિંગ સમયે માત્ર 15 લોકો હાજર રહેશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અભિલાષ ઘોડાના જણાવ્યા પ્રમાણે સરકારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર ભરોસો રાખ્યો છે તેની સામે હવે દરેક નિર્માતાની જવાબદારીઓ પણ વધી છે. હવે દરેક નિર્માતાઓએ ચોક્કસ ગાઇડલાઇન તૈયાર કરવી પડશે એટલું જ નહીં શૂટિંગ દરમિયાન વપરાતા તમામ સાધનો સેનિટાઇઝ કરવા, દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને શૂટિંગના લોકેશન ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય તે માટે પણ નિર્માતાએ ધ્યાન રાખવું પડશે. જો આવું નહીં થાય તો રાજ્ય સરકાર કડક પગલાં લઈ શકે તેમ છે. નિર્માતાએ ખાસ શૂટિંગના સ્થળની પસંદગી કરતી વખતે સ્થળની આજુ બાજુ કોરોના કેટલા કેસ આવ્યા છે અને તે વિસ્તાર અને તે સ્થળ ક્યાં ઝોનમાં છે તેની જાણકારી મેળવવી પડશે. જો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હશે તો ત્યાં શૂટિંગ નહીં થઈ શકે. એટલું જ નહીં ફિલ્મ કે મ્યુઝીક આલ્બમ શૂટિંગ સમયે માત્ર 15 જ લોકો લોકેશન પણ એકઠા થાય તેવી તૈયારીઓ કરવી પડશે. જો ભીડ કે લગ્નના શોટ મૂવી માટે લેવા હશે તો તે અંગે શોટ હાલ લઈ શકાશે નહી.

આ પણ વાંચો - ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાનો ટેસ્ટ થઈ શકશે

મેકઅપ કીટ સાથે આર્ટિસ્ટે કરવું પડશે કામ

કોઈ પણ આર્ટિસ્ટની મેકઅપની કીટ એકસરખી ના હોવી જોઈએ. આર્ટિસ્ટે પોતાની સલામતીનું ધ્યાન રાખીને પોતાની મેકઅપ કીટ અલગ રાખવી પડશે. જેથી કોઈ પણ વ્યક્તિને ઉપયોગમાં લેવાયેલી મેકઅપની કીટ ફરી વપરાય નહીં.કલબ કાફે અને પાર્ટી પ્લોટમાં મ્યૂઝીક લાઈવ શો પર હજુ પ્રતિબંધ

મેરેજ અને પ્રી વેડિંગ શૂટ માટે હજી કોઈ જ પરમિશન નથી મળી. સરકારને આ માટે ઇવેન્ટ કંપની વતી નિર્માતા અભિલાષ ઘોડાએ 11 જેટલા સૂચનો સરકારને કર્યા છે પરંતુ સરકારે માત્રને માત્રા હાલ મ્યૂઝીક આલ્બમ, ફિલ્મ અને ટીવી સિરીયલના શૂટિંગની પરમિશન આપી છે.
First published: June 2, 2020, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading