Home /News /gujarat /

અમદાવાદ : અમેરિકન ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા, સાંભળીને ચોંકી જવાશે

અમદાવાદ : અમેરિકન ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા, સાંભળીને ચોંકી જવાશે

છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનુ ડ્રગ્સ વેચ્યુ છે

Drugs in Ahmedabad - હવે તપાસનો રેલો શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચે તેવી શકયતા, એક આરોપી ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામીનો ભત્રીજો

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police)અમેરિકન ડ્રગ્સ મામલે (drugs case)હવે તપાસનો રેલો શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચે તેવુ લાગી રહ્યુ છે. 4 આરોપીની તપાસમાં 10 કરોડથી વધુનું આશરે 100 કિલો ડ્રગ્સ અમદાવાદમાં (Drugs in Ahmedabad)વેચાયુ હોવાનો ખુલાસો થયો છે. સાથે જ 4 કરોડના વ્યવહારો ક્રિપ્ટોકરન્સીથી (Cryptocurrency)ચુકવાયા હોવાના પુરાવા મળ્યા છે. સાથે જ 300 પાર્સલમાં આ ડ્રગ્સ અમદાવાદ (Ahmedabad )સુધી આવ્યુ હતુ. અન્ય 24 પાર્સલ કે જે કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે તે કબ્જે કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગત 16 નવેમ્બરે બોપલમાથી ડ્રગ્સ રેકેટના થયેલા પર્દાફાશ બાદ પોલીસ તપાસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થયા છે. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનુ ડ્રગ્સ વેચ્યુ છે. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50 થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની ડિલેવરી મેળવી હોવાની કબુલાત કરી છે. જેમાથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું એસપી વીરેન્દ્ર યાદવે જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજ્યમાં 10 હજારથી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?

ગ્રામ્ય પોલીસે વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપલ ગોસ્વામી અને જીલ પરાતેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી અલગ અલગ વ્યક્તિના નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતા. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમા ડ્રગ્સ અમેરિકાથી અમદાવાદ આવતું હતું. સાથે જ આરોપીની પુછપરછ કરતા વિપલ ગોસ્વામી નામનો આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ ડિલર વિક્કી ગોસ્વામીનો ભત્રીજો હોવાનુ સામે આવ્યુ છે. જેથી વિક્કી ગોસ્વામીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. વંદિતે ઓનલાઈન ડ્રગ્સ સાઈટ જેવી કે ગ્લેન રીયેલ સ્ટુડીયોઝ, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર નામની વેબસાઈટ પરથી ડ્રગ્સ મંગાવી વીકર મી, સ્નેપ ચેટ અને ટેલીગ્રામ જેવી એપ્લિકેશનની મદદથી ડ્રગ્સ પેડલરો થકી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

વંદિત પટેલની પૂછપરછ કરતા ખુલાસો થયો કે તે પોતે વર્ષ 2012થી ડ્રગ્સ નો નશો કરે છે અને અલગ અલગ ડ્રગ્સની શું અસર થાય છે તેની પણ માહિતી ધરાવે છે. સાથે જ વંદિતે માત્ર અમેરિકાથી જ નહીં પરંતુ મુંબઈ અને હિમાચલમાંથી પણ ડ્રગ્સ મંગાવ્યુ હતુ. તેણે પોતાના મિત્રો કે જે ન્યુઝીલેન્ડ અને ચીનમાં રહે છે તેમને પણ ડ્રગ્સની ડિલેવરી અમેરિકાથી અપાવી હતી. સાથે જ વંદિત દિલ્હી, મુંબઈમાં જઈ ડ્રગ્સ પાર્ટીનુ આયોજન કરતો હતો. જેથી તે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ પોતાનો ડ્રગ્સનો વેપલો ચલાવતો હતો તેવું એસપી વીરેન્દ્ર યાદવે જણાવ્યું છે.

અમેરિકન ડ્રગ્સનો ઉપયોગ કરનાર મોટા ભાગે વિદ્યાર્થીઓ હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. સાથે જ વિદ્યાર્થી સુધી ડ્રગ્સ કોણ પહોંચાડતુ હતું જે અંગે પણ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ક્રીપ્ટોકરન્સીથી પેમેન્ટ ચુકવાતુ હોવાથી પોલીસે ડ્રગ પેડલરોના ક્યુઆર કોડ પણ કબ્જે કર્યા છે. જેના આધારે ડિજીટલ કરન્સીનો ઉપયોગ કોણ, ક્યાંથી અને કેવી રીતે કરે છે તેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદ : યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને

પોલીસ તપાસમાં 50 સરનામે 300થી વધુ પાર્સલની ડિલેવરી કરવામાં આવી હતી. તે અંગે તપાસ કરતા ઉદેપુરની ડેન્ટલ કોલેજના વિદ્યાર્થી આકાશનું નામ સામે આવે છે, કારણ કે તેના સરનામે પણ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું. સરનામુ અને પાર્સલ છોડાવી આપનારને આરોપી 7000 રૂપિયા ચુકવતો હોવાનો ખુલાસો થયો છે. જે અંગે પોલીસે ઈ કાર્ગો દ્વારા પાર્સલ મોકલનાર કંપની પાસેથી પણ તમામ ડેટા માંગવામાં આવ્યા છે. જેથી તે અંગે પણ તપાસ થઈ શકે. સાથે જ હવે પોલીસ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પણ તપાસનો દોર શરૂ કરશે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે.

મોરબીના તાર જામનગર પહોંચ્યા, 10 કરોડનું હેરોઇન મળી આવ્યું

બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. સલાયા બાદ મોરબી અને નવદ્રામાંથી ઝડપાયેલા ડ્રગ્સ બાદ મોરબીના ડ્રગ્સ કૌભાંડના તાર જામનગરના બેડીના દરિયાઈ વિસ્તારમાં ખુલ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ જામનગરના બેડી બંદર વિસ્તારમાં આવેલા દરિયા કિનારે હેરોઇનનો જથ્થો સંતાયા હોવાની કબૂલાત આપતા ATS અને સ્થાનિક SOGએ આરોપીઓ સાથે સર્ચ હાથ ધર્યું હતું. જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન નજીક જ દરિયાઈ વિસ્તારમાં આરોપીઓએ ઝાળી-ઝાખર વચ્ચે સંતાડવામાં આવેલ અંદાજીત 10 કરોડનો 2 કિલો આસપાસનો જથ્થો રહીમ નામના આરોપી સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં જામનગરમાં વધુ તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ તેવી શકયતા છે. (જામનગરથી ઇન્પુટ કિંજલ કારસરિયા)
Published by:Ashish Goyal
First published:

Tags: Drugs Case, અમદાવાદ, ડ્રગ્સ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन