Home /News /gujarat /હાથાપાઈ કરી યુવકને ચાલતી ટ્રેને ધક્કો માર્યો, VIDEO થયો વાયરલ

હાથાપાઈ કરી યુવકને ચાલતી ટ્રેને ધક્કો માર્યો, VIDEO થયો વાયરલ

જોત જોતામાં જ યુવકને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવાયો

Fighting Video: તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક દિલધડક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુસ્સાથી એક વ્યક્તિ એક છોકરાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારતો જોવા મળે છે. 15 સેકન્ડનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

વધુ જુઓ ...
    Indian Railways Shocking Video: ગુસ્સામાં આવતા લોકો લડાઈ દરમિયાન શું કરી શકે તે કહી શકતા નથી. તાજેતરમાં વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે, જેમાં કોઈ નાની બાબતને લઈને હંગામો કરવામાં વધુ સમય ન લાગ્યો અને એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો હતો. આ ચોંકાવનારો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે કોઈ ટ્રેનમાંથી ધક્કો ખાનાર વ્યક્તિને બચાવવાનો પ્રયાસ પણ કરતું નથી. આ વીડિયો જોઈને ખરેખર નવાઈ લાગે છે.

    આ પણ વાંચો: Video: મોરબીમાં સારવાર કરતી મહિલાઓનું પણ છલકાયું દર્દ, આંસુ રોકાઇ નથી રહ્યાં

    આ ચોંકાવનારો વીડિયો એક ચાલતી ટ્રેનનો છે, જેમાં બે લોકો વચ્ચેની લડાઈ હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી. જો કે તમે ઘણીવાર ટ્રેનમાં સીટને લઈને લોકો વચ્ચે ઝઘડો જોયો હશે, પરંતુ કેટલીકવાર કેટલીક લડાઈઓ જીવન સમાપ્ત કરી દે છે. આનો અંદાજ આ વીડિયો જોઈને લગાવી શકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ અને છોકરા વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ રહી છે. આ દરમિયાન બંને એકબીજા સાથે હાથાપાઈ કરતા જોવા મળે છે. આ દરમિયાન, તે વ્યક્તિ છોકરાને ટ્રેનના (Train) દરવાજે લઈ જતી વખતે મારવાનું શરૂ કરે છે અને ગુસ્સાથી છોકરાને ટ્રેનના દરવાજામાંથી ધક્કો મારીને બહાર ફેકી દે છે. વિડિયોમાં ધક્કો માર્યા પછી, તે વ્યક્તિ છોકરાને બચાવવાનો પ્રયાસ પણ કરતો નથી અને ઊલટાનો તેની જગ્યાએ પાછો આવે છે, જાણે કંઈ થયું જ નથી.



    આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 15 સેકન્ડના આ વિડિયોમાં જોઈ શકાય છે કે જે રીતે છોકરો ટ્રેનમાંથી નીચે પડ્યો છે તે જોતા તેનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 165.3K વ્યૂઝ મળ્યા છે, જ્યારે બે હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ હૃદયદ્રાવક વીડિયોમાં વ્યક્તિની હરકતો જોઈને યુઝર્સ પણ ગુસ્સે થઈ રહ્યા છે. વીડિયો જોયા પછી કોઈ તેને હત્યા કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આ વ્યક્તિને જેલમાં ધકેલી દેવો જોઈએ.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Boy Murder, Train Video, Viral videos

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन