Home /News /gujarat /કોરોનાના સંક્રમણને અટકાવવા નાગરિકો બિનજરૂરી ભેગા ન થાય : શિવાનંદ ઝા

કોરોનાના સંક્રમણને અટકાવવા નાગરિકો બિનજરૂરી ભેગા ન થાય : શિવાનંદ ઝા

શિવાનંદ ઝાએ કહ્યું - લૉકડાઉન દરમિયાન આંતર જિલ્લા હેરફેરમાં ખોટા પાસ બનાવીને ફરતા લોકો સામે ગઈકાલે બે ગુના નોંધાયા

શિવાનંદ ઝાએ કહ્યું - લૉકડાઉન દરમિયાન આંતર જિલ્લા હેરફેરમાં ખોટા પાસ બનાવીને ફરતા લોકો સામે ગઈકાલે બે ગુના નોંધાયા

  અમદાવાદ : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા જે નિર્ણયો કરાયા છે તેના અમલ માટે પોલીસ પૂરતા એન્ફોર્સમેન્ટ સાથે પગલાં લઇ રહી છે. લોકોને અગવડતા પડતી હશે પણ આપના સ્વાસ્થ્યના હિત માટે જ છે એટલે જ નાગરિક બિનજરૂરી ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે એ અત્યંત અનિવાર્ય છે. પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે એટલે આપ સૌ સહયોગ આપો એ જરૂરી છે.

  લૉકડાઉનના ચૂસ્ત અમલની વિગતો આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
  તેમણે ઉમેર્યું કે નાગરિકો આંતર જિલ્લા હેરફેર શક્ય હોય ત્યાં સુધી ટાળે, એ આપના તથા સમાજના હિતમાં છે કેમકે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાથી કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ છે. બિનજરૂરી અવર-જવર કરવી નહીં. અધિકૃત પાસ સાથે જ મુસાફરી કરવી અને ત્યાં પહોંચ્યા બાદ કૉરન્ટાઈનમાં રહીને પૂરતી તકેદારી રાખવી અને અન્યને પણ રખાવવી.

  આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાના કેસ વધવાને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

  શિવાનંદ ઝાએ ઉમેર્યું કે લૉકડાઉન દરમિયાન આંતર જિલ્લા હેરફેરમાં ખોટા પાસ બનાવીને ફરતા લોકો સામે ગઈકાલે બે ગુના નોંધાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે નવ લોકો અમદાવાદથી કોડીનાર જઈ રહ્યા હતા તે તમામ લોકો સામે ગુનો નોંધાયો છે. એ જ રીતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અમુક શ્રમિકોને મહારાષ્ટ્ર લઇ જવાતા હોવાની માહિતીના આધારે વાહન માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરાયું છે.
  તેમણે કહ્યું કે, અમદાવાદ શહેર સહિત રેડ ઝોનવાળા વિસ્તારોમાં પ્રતિબંધોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય કે ભીડ જોવા મળે તેવાં સ્થળોએ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે તે માટે પણ નાગરિકો સહયોગ કરે તે જરૂરી છે.

  શિવાનંદ ઝાએ ઉમેર્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે કાર્યરત પોલીસકર્મીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હતા. આવા 42 પોલીસકર્મીઓ સાજા થઈને પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. એ જ રીતે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા 30 પોલીસકર્મીઓ પણ તકેદારીના ભાગરૂપે હોમ કોરોન્ટાઈનમાં હતા. તેઓ પણ કોરોન્ટાઈન પૂર્ણ કરીને ફરજ પર કાર્યરત થયા છે. એ તમામની ફરજ પ્રત્યેની કટિબધ્ધતાને બિરદાવતાં ઝાએ પોલીસ જવાનો આગામી સમયમાં પણ આવા જ મનોબળથી ફરજો અદા કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૭૩ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૨,૦૫૧ ગુના દાખલ કરીને ૨૨,૩૧૫ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૯૭ ગુના નોંધીને ૯૩ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨,૯૫૩ ગુના નોંધીને ૪,૦૮૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  શિવાનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૦ ગુનામાં ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં ૬૪૯ ગુના દાખલ કરી ૯૦૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
  આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૮ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૩૪ ગુના દાખલ કરીને ૧,૪૯૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૯ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૮૫ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

  પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૨૧૫ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૩,૨૯૪ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૪ સહિત આજદિન સુધીમાં કુલ ૧,૨૭૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૬૯ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૧,૧૧૯ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

  ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ર,૦૦૯ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૮૪૧ ગુના તથા અન્ય ૬૨૬ ગુના મળી કુલ ૩,૪૭૬ ગુનાઓ દાખલ કરી કુલ ૪,૦૮૪ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૫,૭૩૬ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૪૮,૧૯૩ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૫,૮૩૨ અને અત્યાર સુધીમાં ૨,૧૨,૩૭૬ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
  First published:

  विज्ञापन
  विज्ञापन