Home /News /gujarat /ગુજરાત ચૂંટણી પરિણામ બાદ દિગ્ગજ નેતાનું નિવેદન- ‘ભાજપ-આપમાં ડીલ થઇ, MCD તમારૂં અને ગુજરાત અમારૂં’
ગુજરાત ચૂંટણી પરિણામ બાદ દિગ્ગજ નેતાનું નિવેદન- ‘ભાજપ-આપમાં ડીલ થઇ, MCD તમારૂં અને ગુજરાત અમારૂં’
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના પ્રમુખ નેતા રાઉતે બીજેપી અને આપ વચ્ચેના કરાર તરફ ઇશારો કર્યો છે.
Sanjay Raut Reaction on Assembly Election Results 2022: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના પ્રમુખ નેતા રાઉતે બીજેપી અને આપ વચ્ચેના કરાર તરફ ઇશારો કરતા કહ્યું કે,''લોકોને આશંકા છે કે, આવું થઇ શક્યું હોય શકે કે આપ દિલ્હી લઇ લે અને ગુજરાત અમારા (બીજેપી) માટે છોડી દેવામાં આવે.''
શિવસેના (યૂબીટી) ના નેતા સંજય રાઉતે ગુરૂવારે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીન પરિણામો ઉમ્મદ અનુસાર આવ્યા છે. જોકે તેમણે શંકા વ્યક્ત કરી કે શું ભગવા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કોઇ મૌન સહમતી તો નથી થઇને? જેના કારણે ગુજરાતમાં સત્તાધારી બીજેપીએ પ્રચંડ જનાદેશ હાંસલ કર્યો છે.
નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જો આપ અને અન્ય પાર્ટીઓ એક સાથે ઉતરતી અને ગઠબંધન કરતી તો આ બીજેપી માટે એક મુશ્કેલ લડત બની જતી. તેમણે કહ્યું કે,''ગુજરાતની ચૂંટણીનું પરિણામ આશા અનુસાર આવ્યું છે.''
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના પ્રમુખ નેતા રાઉતે બીજેપી અને આપ વચ્ચેના કરાર તરફ ઇશારો કરતા કહ્યું કે,''લોકોને આશંકા છે કે, આવું થઇ શક્યું હોય શકે કે આપ દિલ્હી લઇ લે અને ગુજરાત અમારા (બીજેપી) માટે છોડી દેવામાં આવે.''
આ દરમિયાન તેમણે દિલ્હી કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં આપની શાનદાર જીતનો ઉલ્લેક પણ કર્યો હતો. રાજયસભાના સદસ્ય એ કહ્યું કે, એમસીડીમાં આપની જીત સરાહનિય છે. તેમણે કહ્યું, ''બીજેપી જેવી પાર્ટી સામે દિલ્હી લઇ લેવું કોઇ સરળ કામ નથી.''
બીજેપી ગુજરાતમાં 1995 બાદથી એક પણ વિધાનસભા ચૂંટણી હાર્યું નથી. જ્યારે એસસીડીની સત્તા તેની પાસે 15 વર્ષથી છીનવાઇ ગઇ છે. સાથે જ હિમાચલ પ્રદેશમાં બીજેપીની હાલત ખરાબ છે અને કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક છે. રાઉતે તેને સકારાત્મક ગણાવ્યું છે.
વિપક્ષમાં એકજુટ અપીલ કરતા સંજય રાઉતે કહ્યું કે,''આ ભવિષ્યની ચૂંટણીઓના દ્રષ્ટિકોણથી આશાવાદી છે. પરંતુ વોટોના વિભાજનથી બચવા માટે માત્ર વિપક્ષનું એક સાથે આવવુ પડશે. જો મતભેદો અને અહંકારને એકસાથે રાખીને લડાઇ લડવામાં આવે છે તો દેશ નિશ્ચિતપણે 2024માં એક મોટો બદલાવ લાવી શકે છે.''
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર