ગુરૂવારે શીતળા સાતમ, જાણો - વ્રતની વિધી અને માહત્મ્ય

News18 Gujarati
Updated: August 22, 2019, 10:36 AM IST
ગુરૂવારે શીતળા સાતમ, જાણો - વ્રતની વિધી અને માહત્મ્ય
પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

  • Share this:
ગુરૂવારે શીતળા સાતમનું વ્રત ખાસ કરીને ગુજરાતના દરેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે. શીતળા સાતમના દિવસે લોકો ટંડી રસોઈ જમીને સીતળા સાતમનું વ્રત કરે છે. તેના માટે સાતમના આગળના દિવસે રાંધણ છઠ્ઠે રસોઈ બનાવી દેવામાં આવે છે, અને બીજા દિવસે સાતમે તે ઠીડી રસોઈ જમવામાં આવે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જેમા શીતાળા માતાની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત ગેસ, ચુલા સાધનોની પૂજા કરવામાં આવે છે.

ભારતની સંસ્કૃતિ અનુસાર સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરે છે. જેનાથી સમગ્ર પરિવારને સતત શીતળતા મળે છે. અને મીઠો સ્વાદ રસોઇમાં મળતો રહે છે તેવી ભાવના છુપાયેલી છે.



સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.

વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે. શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને “વૈધવ્યનાશન” વ્રત પણ કહેવાય છે.વ્રતની વિધિ

શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

સાતમની કથા

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. શ્રાવણ માસની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રિનો સમય થયો અને મા શીતળા ફરવા નીકળ્યા, તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં. તેથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે “જેવી મને બાળી, એવું જ તારું પેટ બળજો.” આ વાત જાણી દેરાણી કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.” એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.
Published by: kiran mehta
First published: August 21, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading