NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક થતા શંકરસિંહ વાઘેલા નારાજ


Updated: June 4, 2020, 6:10 PM IST
NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક થતા શંકરસિંહ વાઘેલા નારાજ
NCPના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂક થતા શંકરસિંહ વાઘેલા નારાજ

શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં NCP સાથે સંકળાયેલ 12000 જેટલા કાર્યકરો તેમજ સમર્થકોએ રાજીનામાં આપી દીધા

  • Share this:
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ NCPના પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાના સ્થાને જયંત બોસ્કીની નિમણૂક કરવામાં આવી છે. આ વરણીના નિર્ણયથી NCPના પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખો અને કાર્યકર્તાઓએ બાપુ માટે ઊંડી નારાજગી અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. સમર્પણ કોલેજ ગાંધીનગર ખાતે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે NCPમાં થયેલ પ્રદેશ પ્રમુખની વરણી બાદ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બબલદાસ પટેલ અને પ્રદેશના આગેવાનો તથા જિલ્લા પ્રમુખો અને તેઓની સમિતિઓ દ્વારા રાજીનામાં સુપ્રત કરવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં NCP સાથે સંકળાયેલ 12000 જેટલા કાર્યકરો તેમજ સમર્થકોએ રાજીનામાં આપી દીધા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં આ લાગણીઓ ઉપર સુધી પહોચાડી સર્વેની સાથે પરમર્શ કરી રાજકીય નિર્ણય કરવામાં આવશે.

શંકરસિંહે કહ્યું હતું કે સ્વમાનના ભોગે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કર્યો અને ત્યારબાદ RJP પક્ષની રચના કરી ગુજરાતને એક સરકાર આપી જેને લોકો આજે પણ યાદ કરે છે. RJPને વિધાનસભામાં 18% મત મળ્યા હોવા છતાં પણ જો ભારતીય જનતા પાર્ટીને શાસનથી દૂર રાખવા કોંગ્રેસમાં જોડાવવાનું નક્કી કર્યું. ઘણા વર્ષો કોંગ્રેસમાં રહી તેઓએ પ્રજાની સમસ્યાઓને વાચા આપી અને પક્ષને સરકાર બને તેટલા નજીક લઈ ગયા પરંતુ પક્ષમાં મેચ ફિક્સિંગ જેવી પરિસ્થિતિ જોતાં કોંગ્રેસ સાથે છેડો ફાડયો.આ પણ વાંચો - રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસના 7 ધારાસભ્યોની વિકેટ પાડીને ભાજપે ત્રણ બેઠક પર જીત નિશ્ચિત કરી

શંકરસિંહે જણાવ્યું હતું કે જ્યારે તમે જાહેર જીવન સાથે સંકળાયેલ હોવ ત્યારે તમને કોઈ દબાવવાનો પ્રયાસ કરે તો આવા સંજોગોમાં સ્વમાનના ભોગે કશું જ ચલાવી લેવાય નહીં. ક્યારેય પણ ભાજપનો પટ્ટો પહેરવાના નથી અને કહ્યું કે જો સરકાર તમને નકામી લાગતી હોય તો તેમની સામે લાગી પડવું પડે અને સતાની સામે પડવા માટે બેદાગ રહેવું પડે, જેથી તમને કોઈ ડરાવી શકે નહીં, હું રાજકીય સમાજનો ક્વોલિફાઇડ ડોક્ટર છુ.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ કાપડ મંત્રી રહ્યો ત્યારે મે ખેડૂતોનું ભલુ કર્યું હતું. તેની સાથે સંકળાયેલ તમામ લોકોનું ધ્યાન રાખ્યું. તેની સાથે સાથે તેમની સાથે જોડાયેલ કાર્યકર્તાઓને અલગ અલગ બોર્ડ નિગમમાં નિમણૂકો આપીને તેઓને પ્રજા વચ્ચે રહેવાનો મોકો આપ્યો હતો. સરકારમાં હતો ત્યારે પણ કહેતો હતો અને આજે પણ કહું છુ કે પ્રજા મારી હાઇકમાન્ડ છે. છેલ્લા 2 મહિનામાં જે સમસ્યા હાથ પર લીધી તેને પરિણામલક્ષી બનાવી છે. ભારતીય જનતા પાર્ટી જેવી જુઠી અને ભ્રષ્ટ સરકાર જ્યાં સુધી ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં જ્યાં સુધી મારામાં જીવ હશે ત્યાં સુધી તેમને શાસનથી દૂર કરવા પ્રયત્ન કરતો રહીશ. આગામી સમયમાં આગેવાનો સાથે યોગ્ય પરામર્શ કરી યોગ્ય નિર્ણય કરવાની જાહેરાત કરવામાં આવશે.
First published: June 4, 2020, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading