Home /News /gujarat /હવસના કારણે પેન્ટની ચેઇન નહોતી ખોલી! દારૂ પીને ભાન ન રહ્યું, વિમાનમાં પેશાબ કરનાર શંકરની કબૂલાત
હવસના કારણે પેન્ટની ચેઇન નહોતી ખોલી! દારૂ પીને ભાન ન રહ્યું, વિમાનમાં પેશાબ કરનાર શંકરની કબૂલાત
શંકર મિશ્રા એર ઈન્ડિયા
PERSON URINATED IN AIR INDIA FLIGHT: એર ઈંડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો આરોપ શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યાર પછી કોર્ટમાં તેના વકીલે કહ્યું હતું કે પેન્ટ ખોલવાનું કારણ સેક્સ્યુઅલ નહોતું.
નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર કથિત પેશાબ કરવાનીની ઘટના અંગે બુધવારે (11 જાન્યુઆરી) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આરોપી શંકર મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે મેજિસ્ટ્રિયલ કોર્ટના આદેશને પણ પડકાર્યો છે, જેમાં શંકર મિશ્રાની કસ્ટડી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
શંકર મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ મનુ શર્માએ કહ્યું કે FIRમાં માત્ર એક જ બિનજામીનપાત્ર ગુનાનો ઉલ્લેખ છે, અન્ય જામીનપાત્ર અપરાધો છે. શંકર મિશ્રાના વકીલે તેમના વતી કહ્યું હતું કે ફ્લાઈટમાં દારૂ પીધા પછી તે પોતાની જાત પર કાબૂ રાખી શક્યો ન હતો, પરંતુ પેન્ટની ઝિપ ખોલવી તે યૌન ઈચ્છા માટે નહોતી. ફરિયાદીનો મામલો તેને અશ્લીલ વ્યક્તિ તરીકે સાબિત કરતો નથી. ટ્રાયલમાં સમય લાગશે, પરંતુ આ ગંભીર આરોપો બાદ શંકર મિશ્રાને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો
દિલ્હી પોલીસે શંકર મિશ્રાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. એડવોકેટ મનુ શર્માએ કહ્યું કે મારા અસીલે પોતાની નિર્દોષતા સાબિત કરવાના ઈરાદા સાથે કથિત ઘટના સાથે સંબંધિત કોઈપણ તપાસમાં સ્પષ્ટ અને સ્વેચ્છાએ ભાગ લીધો છે. તેઓ પોલીસને તપાસમાં મદદ કરશે. પોલીસે કહ્યું કે જો તેને જામીન પર છોડવામાં આવે તો તે ફરિયાદીને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરતા સરકારી વકીલે કહ્યું કે 164 હેઠળ ફરિયાદીનું નિવેદન અન્ય કેટલાક લોકો સાથે નોંધવામાં આવ્યું છે. હજુ વધુ નિવેદનો નોંધવાના બાકી છે.
પોલિસે કરી હતી ધરપકડ
એર ઈંડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો આરોપ શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. સાત જાન્યુઆરીએ તેને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. 26 નવેમ્બરે એર ઈંડિયાની ફ્લાઈટ ન્યૂ યોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલો શખ્સ નશામાં ધૂત હતો અને તેણે 70 વર્ષિય વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો.
પોલીસે તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કર્યું હતું. 26 નવેમ્બરે એર ઈંડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા યાત્રી શંકર મિશ્રાએ 70 વર્ષિય મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 354,294,509,510 અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી.
ગત 26 નવેમ્બરે એર ઈંડિયાની ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નશામાં ધૂત થઈને મહિલા પર પેશાન કરનારા શંકર મિશ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. તેની કંપની વેલ્સ ફાર્ગોએ તેને ટર્નિમેનટ કરી દીધો છે.
" isDesktop="true" id="1318304" >
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વેલ્સ ફાર્ગો પોતાના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત રીતે ઉચ્ચ વ્યવહારની અપેક્ષા રાખે છે. અમને આ આરોપ ખૂબ જ પરેશાન કરનારા લાગી રહ્યા છે. આ શખ્સને વેલ્સ ફાર્ગોમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. અમે આ મામલે તપાસમાં પુરતો સહયોગ આપીશું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર