Home /News /gujarat /

Weight loss: શેન વોર્ન કરતો હતો ડાયટ, વજન ઘટાડતી વખતે આ તકેદારીઓ લેવી ખૂબ જ જરૂરી

Weight loss: શેન વોર્ન કરતો હતો ડાયટ, વજન ઘટાડતી વખતે આ તકેદારીઓ લેવી ખૂબ જ જરૂરી

અંતિમ દિવસોમાં ડાયેટ પર હતો શેન વોન

Dieting Tips : વજન ઓછું કરવા માટે ડાયેટિંગ કરતા લોકોએ હંમેશા એક્સપર્ટની સલાહથી ડાયટ પ્લાન તૈયાર કરવો જોઈએ. વહેલા વજન ઘટાડવા સામાન્ય કરતા માત્ર 200-300 કેલરી જ ઓછી કરો. મેઇન્ટેનન્સ કરતા ઓછી કેલરી ખાવાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે.

વધુ જુઓ ...
  વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનર્સ પૈકીના શેન વોર્ન (Shane warne death)નું 52 વર્ષની વયે ગત 4 માર્ચના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. આ ઘટનાથી ક્રિકેટ (Cricket)ના ચાહકોમાં સન્નાટો છવાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે શેન વોર્ન તેમના વિલામાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેથી તેમના મિત્રો તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં.

  આ દુઃખદ બનાવ બાદ શેન વોર્નના મોત અંગે અલગ અલગ વાતો સામે આવી રહી છે. અહેવાલોમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા હતા. કેટલાકે કહ્યું કે, તેમણે વધુ પડતો દારૂ પીધો હતો, તો કેટલાક અહેવાલોમાં જણાવાયું કે તેઓ પણ ડ્રગ્સ લેતા હતા. જોકે, તાજેતરમાં શેન વોર્નના મેનેજરે દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાની વાતને ફગાવી દીધી છે

  વજન ઉતારવાના ડાયટ પર હતા વોર્ન: મેનેજર- શેન વોર્ન માટે લાંબા સમયથી મેનેજરની જવાબદારી નિભાવતા જેમ્સ એર્સ્કિનું કહેવું છે કે, શેન વોર્ન દારૂ કે ડ્રગ્સનું સેવન કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. તેઓ આલ્કોહોલ અને ડ્રગ્સને હાથ પણ લગાડતા ન હતા. મેં વર્ષો પહેલા તેમને દારૂની કેરેટ આપી હતી, પરંતુ આજે 10 વર્ષ બાદ પણ તે કેરેટ એવી જ હાલતમાં છે. શેન વોર્ન થાઇલેન્ડમાં તેના મિત્રો સાથે રજાઓ માણી રહ્યા હતા. તેઓ વજન ઘટાડવા અને પહેલાની જેમ ફીટ થવા માંગતા હતા. જેથી તેઓ વજન ઘટાડવાના ડાયટને ફોલૉ કરી રહ્યા હતા.

  ડાયટ સમયે લોકો કરે છે આ ગંભીર ભૂલો- ઘણા લોકો વજન ઘટાડવા માટે સ્ટ્રીકટ ડાયટનું પાલન કરે છે. આવી ડાયટના કારણે અનેક શારીરિક સમસ્યાઓનો ખતરો રહે છે. શેન વોર્ન પણ વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરતા હતા. પરંતુ શેન વોર્નનું મોત વજન ઘટાડવાની ડાયટથી થયું હોવાનું અમે નથી કહી રહ્યા. અલબત્ત વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરતા લોકોએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  જેમ કે, થોડા સમય પહેલા લેક્સી રીડ નામની 30 વર્ષીય મહિલાએ 141 કિલો વજન ઉતાર્યું હતું. ત્યારબાદ લેક્સીની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેના અંગો કામ કરતા બંધ થઈ જતા તેને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જો તમે વજન ઘટાડવાના ડાયટ કરતા હોવ તો અહીં જણાવેલી શારીરિક સમસ્યાઓ હોઈ શકે છે.

  શારીરિક તંદુરસ્તી પર અસર: કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાયેટિંગની તમારા શરીર પર ખરાબ અસર પડે છે. પરેજી પાળવાથી સ્નાયુઓની તાકાત ઘટે છે. તેમજ વાળ ખરવા, ડિહાઇડ્રેશન હૃદયના ધબકારા ધીમા પડવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

  ચક્કર આવવા: ઘણા લોકોને ડાયટિંગ દરમિયાન ભૂખ લાગે છે. જેથી જો કોઈને ભૂખ લાગી રહી હોય અને ડાયટને કારણે ખાવાનું ન ખાતા હોય તો તેનાથી ગેસ પણ બની શકે છે અથવા તો ચક્કર આવી શકે છે.

  આ પણ વાંચો-Weight Loss Tips: એટલું અઘરું પણ નથી વજન ઉતારવું, આ ખાસ ટિપ્સથી ઉતારો પેટ પર જામેલી ચરબીનાં થર

  વિટામિન અને મિનરલ્સની ઉણપ : લોકો ડાયટ દરમિયાન ઓછી કેલરીનું સેવન કરે છે. જેથી શરીરની જરૂરિયાત પ્રમાણે વિટામિન્સ અને મિનરલ્સ શરીર સુધી પહોંચતા નથી. પરિણામે ડાયટિંગ દરમિયાન શરીરમાં થોડા સમય માટે વિટામિન અને મિનરલ્સની ઉણપ રહી શકે છે.

  થાક અને સુસ્તી : પહેલાં જે લોકો વધારે ખોરાક લેતા હતા, તેઓ ડાયટના કારણે ઓછું ખાવાનું શરૂ કરી દેશે. તેથી શરીર પહેલાંની જેમ પ્રતિક્રિયા નહીં આપે અને શરીર ઊર્જાની બચત કરવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં થાક અને સુસ્તી જોવા મળી શકે છે.

  સ્ટ્રેસ વધી શકે: કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શરીરને પૂરતો ખોરાક નહીં મળે ત્યાં સુધી તમે થાક અનુભવશો અને તેની માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર પડે છે. ડાયટિંગ કરતી મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતા જોવા મળી શકે છે.

  આ પણ વાંચો-શું આપનાં પગમાં પણ દેખાય છે લીલી-વાદળી નસોનાં ગુચડા, હોઇ શકે છે આ ગંભીર બીમારીનાં સંકેત

  ડાયટિંગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  - વજન ઓછું કરવા માટે ડાયેટિંગ કરતા લોકોએ હંમેશા એક્સપર્ટની સલાહથી ડાયટ પ્લાન તૈયાર કરવો જોઈએ. વહેલા વજન ઘટાડવા સામાન્ય કરતા માત્ર 200-300 કેલરી જ ઓછી કરો. મેઇન્ટેનન્સ કરતા ઓછી કેલરી ખાવાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે.

  - ફળ અને લીલા શાકભાજી વિટામિન્સ, ખનિજો અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ પુરા પાડશે. જેથી વજન ઘટાડવાના ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરો.

  - ડાયટમાં ચોખા, બ્રેડ, બ્રાઉન બ્રેડ, ઓટ્સ જેવા કોમ્પ્લેક્સ કાર્બ સોર્સનો સમાવેશ કરો. કોમ્પ્લેક્સ કાર્બ શરીરને ઉર્જા આપે છે અને તે આખો દિવસ શક્તિ ,જાળવી રાખે છે.

  - ઓછી કેલરી લીધા પછી શરીરને આરામ આપવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આરામ નહીં કરો તો આખો દિવસ થાક અને સુસ્તીનો અનુભવ થશે.

  - ડાયટનું પાલન કરતી વખતે શરીર ડિહાઇડ્રેટેડ ન થાય તે માટે પૂરતું પાણી પીવો. આ સાથે પ્રોટીન, હેલ્ધી ફેટ અને કાર્બ ડાયટ લો.

  અહીં ઉલ્લેખનીય છે કે, ઓછું ખાવાથી નહીં, પણ સારી રીતે ખાવાથી વજન ઘટે છે. આ માટે તમારે મેઇન્ટેનન્સ કેલરીમાંથી 200-300 કેલરી ઓછી લો અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Diet plan, Lifestyle, Weight loss, જીવનશૈલી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन