Home /News /gujarat /

Shane Warne Death: શેન વોર્ને સવારે મિત્રને આપી હતી શ્રદ્ધાંજલિ, 12 કલાક બાદ પોતે પણ દુનિયા છોડી!

Shane Warne Death: શેન વોર્ને સવારે મિત્રને આપી હતી શ્રદ્ધાંજલિ, 12 કલાક બાદ પોતે પણ દુનિયા છોડી!

Shane Warne Dies : શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે જ મોત 12 કલાક પહેલાં પોતે મિત્રને આપી હતી શ્રદ્ધાંજલિ

Sharne Warne Death: 52 વર્ષની નાની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહેનાર શેન વોર્ને સવારે જ સિનિયર ખેલાડી અને પૂર્વ ઓસ્ટ્રેલિયા ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી.

    Sharne Warne Death: ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે (Shane Warne Died at 52) શેન વોર્ન વેકેશન માટે થાઇલેન્ડ (thailand) ગયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે. જોકે, ગુજરાતીમાં જે કહેવાય છે કે 'ન જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનું...' શેન વોર્નના મોતનની ઘટનામાં લાગુ પડે છે. વોર્ને સવારે પોતાના સિનિયર ખેલાડી અને મિત્રને શ્રદ્ધાંજલિ આપી હતી સાંજે પોતાનો જ જીવ જતો રહ્યો.

    આ કરૂણ કહાણી એવી છે કે શેન વોર્ને ચાર માર્ચે સવારે ભારતીય સમય મુજબ 7.32 કલાકે ટ્વીટર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને પોતાના સિનિયર રોડ માર્શ (Rod Marsh)ના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. શેન વોર્નને તેને અંતિમ વિદાય આપતા લખ્યું કે આવજે દોસ્ત! જોકે, આવું ટ્વીટર કરનાર વોર્ન પોતે જ આ દુનિયામાં 12 કલાક પછી હયાત નહીં હોય તે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.



    વીલામાંથી બેસુધ હાલતમાં મળ્યો શેન વોર્ન

    વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ, થાઇલેન્ડમાં મૃત્યુ પામ્યો. આ નિવેદનમાં જણાવ્યા મુજબ શેન વોર્ન એક પ્રાઇવેટ વિલામાં રોકાયો હતો. જ્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તબીબોએ તેનું સ્વાસ્થ્ય ચકાસ્યું પરંતુ તેનામાંથી જીવ જતો રહ્યો હતો. આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રોડ માર્શ (Rod Marsh)નું અવસાન થયું હતું એ જ દિવસે શેન વોર્નનું અવસાન થતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે બેવડો ફટકો પડ્યો છે.

    હ્યદય રોગથી મૃત્યુ થયું હોવાની શક્યતા

    52 વર્ષના શેનવોર્નનું મૃત્યુ પ્રાથમિક રીતે હ્યદય રોગના હુમલાથી થયું હોવાનું સામે આવી રહ્યુ છે. વિશ્વમાં પોતાના લેગ સ્પીનથી નામના બનાવનારો શેનવોર્ન ખૂબ જ લોકપ્રિયતા ધરાવતો હતો. શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની પહેલી ટીમનો કેરપ્ટન હતો અને આઈપીએલમાં પહેલીજવારમાં ટીમને ટાઇટલ જીતા઼ડી ચુક્યો હતો.

    આ પણ વાંચો :  Shane Warne Death Cause: શેન વોર્ન થાઇલેન્ડમાં વિલામાંથી બેસુધ અવસ્થામાં મળ્યો, સામે આવ્યું મોતનું કારણ

    શેન વોર્નનું કેરિયર

    શેન વોર્ન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનૌ બીજો અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બૉલર હતો. શેન વોર્નને 708 ટેસ્ટ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં તેણે 12 ફિફ્ટી પણ મારી હતી. શેન વોર્ને કુલ 3154 રન પણ બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ 99 રનનો તેનો સ્કોર હતો. શેન વોર્નનો જન્મ વિક્ટોરીયામાં વર્ષ 1969માં થયો હતો. તેણે 145 ટેસ્ટ અને 194 વનડે મેચ રમી હતી. શેન વોર્ને વર્ષ 2007માં ઇન્ગલેન્ડ સામે સિડનીમાં અંતિમ મેચ રમી હતી
    Published by:Jay Mishra
    First published:

    Tags: Australia, Shane Warne, ક્રિકેટ

    આગામી સમાચાર