ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પરથી હાર મળ્યા બાદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર રાજ્યના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. બિહારમાં કોંગ્રેસ રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધન કરી અને ચૂંટણી લડ્યું હતું. જોકે, 23મીમે ના રોજ જાહેર થયેલા પરિણામોમાં ગઠબંધનની કારમી હાર થઈ હતી. બિહારની 40 બેઠકોમાંથી 39 બેઠકો પર NDAનો વિજય થયો હતો. રાજ્યમાં કોંગ્રેસને મળેલી હારની જવાબદારી સ્વીકારતા બિહારના પ્રભારી અને ગુજરાતના નેતા શક્તિ સિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં બિહાર કોંગ્રેસના ધારાસભ્ય ઝલીલ મસ્તાને આક્ષેપ મૂક્યો હતો કે શક્તિ સિંહ ગોહિલે પૈસા લઈ અને ટિકિટોની વહેંચણી કરી હોવાથી પક્ષની હાલત બદ્દતર થઈ હતી અને એટલે બિહારમાં પાર્ટીએ જડમૂળથી પરિવર્તન કરવું જોઈએ. અત્યારસુધીમં કોંગ્રેસના અનેક પદાધિકારીઓએ રાજીનામાં આપ્યા હોવા છતાં હજુ સુધી પાર્ટીએ કોઈના રાજીનામા મંજૂર કર્યા નથી.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈ અને અનેક પદાધિકારીઓ રાજીનામા ધરી ચુક્યા છે. ચૂંટણી બાદ યોજાયેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામું સોંપી દીધું હતું. રાહુલ ગાંધીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે કોઈ નોન ગાંધી પરિવારને પ્રમુખ બનાવવામાં આવે પરંતુ હાલમાં તો પક્ષના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને સમજાવી રહ્યા્ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર