Home /News /gujarat /

શાહિદ કપૂરે ટ્વિટર પર કર્યો દીકરાનાં નામનો ખુલાસો

શાહિદ કપૂરે ટ્વિટર પર કર્યો દીકરાનાં નામનો ખુલાસો

શાહિદ કપૂરે તેનાં નાનકડા રાજકુમારનું નામ તમામ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે તેનાં દીકરાનું નામ 'ઝૈન કપૂર' રાખવામાં આવ્યું છે

શાહિદ કપૂરે તેનાં નાનકડા રાજકુમારનું નામ તમામ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે તેનાં દીકરાનું નામ 'ઝૈન કપૂર' રાખવામાં આવ્યું છે

    મુંબઇ: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનાં ઘરે ફરી એક વખત ખુશીઓએ દસ્તક દીધી છે. શાહિદ ફરી એક વખત પિતા બની ગયો છે. બુધવારે તેની પત્ની મીરા કપૂરે એક દીકરાને જન્મ આપ્યો છે. એવામાં આજે શાહિદ કપૂરે તેનાં નાનકડાં રાજકુમારનું નામ તેનાં તમામ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. આપને જણાવી દઇએ કે શાહિદે તેનાં દીકરાનું નામ ઝૈન કપૂર રાખ્યુ છે. જુઓ શાહિદ કપૂરે કરેલી ટ્વિટ.

    શાહિદે તેની ટ્વિટમાં લખ્યુ છે કે, 'ઝૈન કપૂર અહીં છે. અને હવે અમારો પરિવાર પૂર્ણ થઇ ગયોછે. આપ સૌની શુભકામનાઓ અને આશીર્વાદ માટે ધન્યવાદ, અમે સૌ ખુબ જ ખુશ છીએ. આપ સૌને ખુબ ખુબ પ્રેમ.' શાહિદે તેનાં દીકરાનું નામ ઝૈન રાખ્યુ છે. જે ખુબજ સારુ છે. આપને જણાવી દઇએ કે શાહિદ કપૂરને એક દીકરી છે જેનું નામ મિશા છે મિશા ઓગષ્ટ મહિનામાં જ 2 વર્ષની થઇ છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Name, New born, Shahid Kapoor, Share, પુત્ર

    આગામી સમાચાર