#કામની વાતઃ માસિકના સમયે કેવી રીતે સહવાસ માણી શકાય?

#કામની વાતઃ માસિકના સમયે કેવી રીતે સહવાસ માણી શકાય?

  • Share this:
    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... માસિકના સમયે સેક્સ કરાય ?



    સમસ્યા: માસિકના સમયમાં સેક્સ કરે તો તેનાથી નુકશાન થાય છે? મારુ નામ ગૃપ્ત રાખવા માગું છું. મારા પ્રશ્નનો ઉતર જરૂરથી આપશો.

    ઉકેલ: પતિ-પત્નિ બંને ઇચ્છે તો માસિકસ્ત્રાવ દરમ્યાન જાતિય સંબંધ રાખી શકે છે. મેડિકલ વિજ્ઞાન મુજબ સ્ત્રીને અને પુરુષને કોઇ ચેપ ના હોય તો આ સમયે સેક્સ માણવામાં કોઇ નુકશાન નથી. પરંતુ આ સ્ત્રાવમાં બેકટેરિયાની સંખ્યા ઝડપથી વધી શક્તી હોય છે. તેથી નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઘણા નવપરિણીતો ને નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ પસંદ હોતી નથી. તે લોકો બાળક ના રહે તે માટે આ દિવસોમાં સેક્સ માણતા હોય છે. માસિક દરમ્યાન કરેલ સેક્સથી બાળક રહેતું નથી એ વાત સાચી. પણ તે માટે આ રસ્તો ના આપવાનો જોઇએ. એના કરતાં પીલ્સ, નિરોધ કે એવી કોઇ પધ્ધતિ આપવાની વધું સારી છે.

    તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
    Published by:News18 Gujarati
    First published:March 26, 2019, 18:49 pm

    ટૉપ ન્યૂઝ