મહેસાણા જિલ્લામાં સાતમા નોરતે ખેલૈયાઓએ ગરબા ની રમઝટ બોલાવી
મહેસાણા જિલ્લા માં સાતમા નોરતે ખેલૈયાઓએ ગરબા ની રમઝટ બોલાવી હતી. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. જેમાં મહેસાણા શહેરનાં રાધનપુર રોડ પર આવેલા સહારા ટાઉનશીપ ના ખેલૈયાઓ ગરબા ના તાલ પર ઝૂમતા જોવા મળ્યા હતા.
મહેસાણા: શહેરમાં ઠેરઠેર શેરીગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ ગરબાની રમઝટ જામી છે. મહેસાણા જિલ્લા માં સાતમા નોરતે ખેલૈયાઓએ ગરબા ની રમઝટ બોલાવી હતી. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. જેમાં મહેસાણા શહેરનાં રાધનપુર રોડ પર આવેલા સહારા ટાઉનશીપ ના ખેલૈયાઓ ગરબા ના તાલ પર ઝૂમતા જોવા મળ્યા હતા. કાલે સાતમા નોરતે શેરી ગરબા એ ધૂમ મચાવી હતી. અલગ અલગ સ્ટેપ ના ગરબા કરતાં ખેલૈયાઓથી ગરબા માં રંગ જામ્યો હતો. મહેસાણા શહેર ના સહારા ટાઉનશીપના ખેલૈયાઓએ પોતાના અલગ અલગ ગ્રુપ માં ગરબા કરીને પોતાની આગવી ઓળખ બતાવીને સાતમા દિવસની મોજ કરી હતી. ઘણાં સમય પછી ગરબા કરવા મળતાં ખેલૈયાઓએ જોરદાર રંગ જમાવ્યો હતો.