Home /News /gujarat /અમદાવાદઃ ઘરઘાટીએ કલાસ વન અધિકારીના ઘરમાં કર્યુ ગંદુ કામ, બુમાબુમ થતાં 'સોરી સોરી' કહી ભાગી ગયો

અમદાવાદઃ ઘરઘાટીએ કલાસ વન અધિકારીના ઘરમાં કર્યુ ગંદુ કામ, બુમાબુમ થતાં 'સોરી સોરી' કહી ભાગી ગયો

યુવતીની પ્રતિકાત્મક તસવીર

ઘરઘાટીએ ક્લાસ વન અધિકારીની દીકરી સાથે છેડતી કરી. યુવતીએ બુમાબુમ કરતાં 'સોરી.. સોરી' કહીને ભાગી ગયો. યુવતીએ માતા સાથે જઈને પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના પોષ વિસ્તારમાં ક્લાસ વન અધિકારીની પુત્રી સાથે છેડતીની ઘટના બની છે.  યુવતી તેના ઘરે એકલી હતી અને માતા નોકરીએ ગઇ હતી ત્યારે ઘરે કામ કરવા ઘરઘાટી આવ્યો હતો. આ દરમિયાન યુવતી સોફા પર બેસીને ટીવી જોતી હતી  ત્યારે અચાનક જ ઘરઘાટીએ આ યુવતીની છેડતી કરી હતી. હેબતાઇ ગયેલી યુવતીએ બુમાબુમ કરતા ઘરઘાટી સોરી સોરી કહીને ત્યાંથી ભાગી ગયો હતો. યુવતીએ તેની માતાને જાણ કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ 25 વર્ષની યુવતી શહેરના પોષ વિસ્તારમાં તેની માતા સાથે રહે છે. યુવતીની માતા શહેરની પ્રતિષ્ઠિત સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે પિતા અન્ય રાજ્યમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે આશરે સવારે 7 વાગ્યે યુવતીની માતા નોકરી ગઈ હતી. જે બાદ તે ઘરે હતી અને દસ વાગ્યે તેમના ત્યાં કામ કરતો ઘરઘાટી સાફ-સફાઇ માટે આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ: ઉધઇની ટ્રીટમેન્ટથી ઉધઇની જગ્યાએ 24 લાખની મત્તાનો થયો સફાયો, જાણવા જેવો કિસ્સો 

ઘરઘાટીએ આવીને યુવતીના ઘર નો ડોરબેલ વગાડ્યો, જેથી તેણીએ ઘર નો દરવાજો ખોલ્યો હતો.  બાદમાં આ ઘરઘાટી સાફ-સફાઇ કરતો હતો ત્યારે યુવતી ઘર માં સોફા પર બેઠા બેઠા ટી.વી જોતી હતી અને અડધો કલાક બાદ અચાનક આ ઘરઘાટી યુવતી પાસે આવી તેને બાથ ભરી છાતીના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Election 2022: અમદાવાદ શહેરમાં ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ સિવાય બધા કપાયા

જેથી યુવતીએ બુમાબુમ કરતા આ ઘરઘાટી “સોરી મારા થી ભુલ થઈ ગઈ,તમે તમારી મમ્મી ને કે કોઇને કહેતા નહી” એમ કહી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ બાદ યુવતી ગભરાઇ ગઇ હતી અને થોડીવાર બાદ તેણે માતાને ફોન કરી બોલાવી લીધી હતી. યુવતીની માતા ઘરે આવી ગઇ અને આ અંગે ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ સમગ્ર બાબતની ફરિયાદ પોલીસને નોંધાવી હતી.
Published by:Hemal Vegda
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन