સુરત: ગંભીર બેદરકારી! પોલીસકર્મીએ જ હોમ કોરન્ટાઈન કરેલા યુવાનને વતન ભગાડી મુક્યો

સુરત: ગંભીર બેદરકારી! પોલીસકર્મીએ જ હોમ કોરન્ટાઈન કરેલા યુવાનને વતન ભગાડી મુક્યો
પોલીસ કર્મીએ જ હોમ કોરન્ટાઈન કરેલા યુવાનને વતન ભગાડી મુક્યો - પ્રતિકાત્મક તસવીિર

સંબંધીનું નવાગામમાં અવસાન થતા આવ્યો હતો. તેના બે દિવસ પછી લોક ડાઉન થતા તે અહીં ફસાઈ ગયો હતો

  • Share this:
કોરોના વાઇરસને અટકાવવા માટે સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉં આપવામાં આવ્યુ છે, ત્યારે આ લોકડાઉનનુ કડક પણે અમલ કરાવવાની જવાબદારી પોલીસના શિરે છે ત્યારે સુરતના એક પોલીસ કર્મચારીએ કોરોનાને લઇને ડિંડોલી વિસ્તારમાં હોમ કોરન્ટાઇન કરેલ એક યુવાનને શાકભાજીના ટેમ્પોમાં મહારાષ્ટ ખાતે મોકલી આપ્યાની ઘટના સામે આવી છે, ત્યારે લોકડાઉનનો અમલ નહી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ પોલીસ કર્મચારી પર તંત્ર કોઈ કાર્યવાહી કરશે?

કોરોના વાઇરસને લઇને સરકાર દ્વારા આ ચેપી રોગ ફેલાય નહીં તે માટે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યુ છે. આ લોકડાઉનનો કડક અમલ પોલીસ દ્વારા કરવવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ લોકડાઉનનો ભંગ કરે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તે ઉપરાંત હોમ કોરોનટાઇન કરવામાં આવેલ વ્યક્તિ પણ ભં કરે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે છે.ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં મહારાષ્ટના જલગાંવના અમલનેરનો વતની નિવૃત્તી પાટીલ સંબંધીનું નવાગામમાં અવસાન થતા આવ્યો હતો. તેના બે દિવસ પછી લોક ડાઉન થતા તે અહીં ફસાઈ ગયો હતો. કોઈકે પાલિકામાં જાણ કરી કે, મહારાષ્ટ્રથી એક ઇસમ નવાગામ આવ્યો છે એટલે અધિકારીઓએ નિવૃત્તીને ચેક કરી 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન કર્યો હતો.

1 તારીખે પાલિકાવાળા મોનિટરીંગ માટે નવાગામ ગયા ત્યારે તે મળ્યા ન હતા, તેના સંબંધીએ જણાવ્યું હતું કે, તેની માતા બિમાર હોવાથી તે તેના વતન ચાલ્યો ગયો છે. કોર્પોરેશને નિવૃત્તી વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ મામલે નિવૃત્તીનો સંપર્ક કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં લોકડાઉનમાં વાહનોની અવરજવર બંધ છે, તો તમે વતન કેવી રીતે ગયા ત્યારે નિવૃત્તીએ જણાવ્યું હતું કે, તેનો એક સંબંધી પોલીસમાં છે તેણે જ એક શાકભાજીના ટેમ્પોમાં બેસાડીને મને વતન મોકલી આપ્યો હતો.

આ વાત તંત્રના અધિકારી સાંભળીને પહેલા તો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, જેના માથે લોકડાઉનની જવાબદારી છે તે વ્યક્તિ ખુદ કાયદો તોડી રહ્યો છે, ત્યારે હવે હોમ કોરોનટાઇન ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ તો ગુનો દાખલ કરવામાં આવ્યો પણ, પોલીસ થઈને હોમ કોરોનટાઇન થયેલા વ્યક્તિને ભગાડનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Published by:News18 Gujarati
First published:April 04, 2020, 18:03 pm

ટૉપ ન્યૂઝ