ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે, બંન્ને બેઠકો જઇ શકે છે ભાજપના ફાળે

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે

  • Share this:
ગાંધીનગર : કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે. ગત મહિને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં કોગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર 71 વર્ષીય અહેમદ પટેલનું અવસાન થયું હતું . 25 નવેમ્બરે તેમના અવસાનના દિવસે જ આ સીટને ખાલી જાહેર કરી દેવામાં આવી હતી. આ સીટ પર અહેમદ પટેલનો કાર્યકાળ 18 ઓગસ્ટ 2023 સુધીનો હતો.
અન્ય રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું પણ કોરોનાને કારણે અવસાન પામતા તેમની સીટ પણ ખાલી થઈ હતી. ભારદ્વાજનો કાર્યકાળ 21 જૂન 2026 સુધીનો હતો. હવે ચૂંટણી પંચે બન્ને બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે .

જે - તે સમયે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની રાજ્યસભા સીટો અલગ- અલગ સમયે ખાલી પડી હતી. અલગ અલગ સમયે સીટો ખાલી પડી હોવાને કારણે તેની ચૂંટણી પણ અલગ-અલગ આવી હતી. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજની સીટો પણ જુદા જુદા સમયે ખાલી પડતા તેની ચૂંટણી પણ જુદી-જુદી યોજવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચને આદેશ આપ્યો છે.

આ પણ વાંચો - IPL 2022માં 10 ટીમો ભાગ લેશે, એક ટીમ અમદાવાદની બને તેવી સંભાવના

ચૂંટણી પંચના નિર્ણય બાદ આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી મનાઈ રહ્યો છે. આ મુદ્દે જ્યારે ન્યૂઝ 18ની ટીમે રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડયા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય સમીકરણ મુજબ રાજ્યમાં ભાજપના 111 ધારાસભ્યો છે . જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. રાજ્યસભા ચૂંટણી જીતવા માટે 50 ટકા મત એટલે 88 વોટ જરૂરી છે.

ગત વર્ષે આજ પ્રકારે ભાજપે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી કરવામાં આવેલી સીટો પર વિજય મેળવ્યો હતો. જ્યારે 2019માં એક સીટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે જીત મેળવી હતી. તેમની ચૂંટણીને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
Published by:Ashish Goyal
First published: