સેલવાસમાં પાણીના મુદ્દે આદિવાસીઓએ કર્યો ચક્કાજામ

Parthesh Nair | Pradesh18
Updated: June 2, 2016, 9:06 PM IST
સેલવાસમાં પાણીના મુદ્દે આદિવાસીઓએ કર્યો ચક્કાજામ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધારે વરસાદ પડતો હોવા છતાં છેવાડાના આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની અછત સર્જાય છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધારે વરસાદ પડતો હોવા છતાં છેવાડાના આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની અછત સર્જાય છે.

  • Pradesh18
  • Last Updated: June 2, 2016, 9:06 PM IST
  • Share this:
સેલવાસ# સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધારે વરસાદ પડતો હોવા છતાં છેવાડાના આદિવાસી વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની અછત સર્જાય છે. સિંદોની વિસ્તારમાં પાણીની ભારે અછત સર્જાતા પ્રશાસન દ્વારા ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, આ નિર્ણય માત્ર કાગળ પર લેવાતા આદિવાસી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેને લઇને આજે સિંદોની સેલવાસા રસ્તા પર ચક્કાજામ કરતા એ.સી. ઓફીસમાં બેસતા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

4 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અધિકારીઓની ખાતરી બાદ અંતે આ ચક્કાજામ આંદોલન સમાપ્ત કરાયું હતુ. સવારથી જ આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઇને સેલવાસા- સિંદોની રસ્તાને જામ કરી દીધો હતો. ચિસદા ગામના લોકોને પીવાના પાણીને લઇને મોટી સમસ્યા ઉનાળામાં સતાવી રહી છે.

અગાઉ સેલવાસા માં અનેક રજૂઆત બાદ પ્રશાસને આ આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના ટેન્કર આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે હાલ ભર ઉનાળે આ ગામમાં પાણીના ટેન્કર ન મળતા ગામની મહિલાને  એક બેડા પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે. ત્યારે ટેન્કર લઇને આવતા ચાલકે રસ્તાની ખરાબીને કારણે ટેન્કર ગામમાં નહીં પહોંચાડતા લોકો તરસ્યા રહી ગયા છે.

જોકે, આજે સ્થાનિક આદિવાસીઓની ધીરજ ખૂટી જતા મોટો રોષ ફાટી નીકળ્યો હતો અને અંતે ચક્કાજામનો રસ્તો અપનાવ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ રસ્તા પર બેસી ગયા હતા અને સેલવાસા સિંદોની માર્ગને બંધ કરી દેવાયો હતો.
First published: June 2, 2016, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading