રાજકારણીઓની લાભની રમત!, પીડિતોને લાખોની સહાય,શહીદ પોલીસને ફુટી કોડી પણ ન આપી!

News18 Gujarati | Pradesh18
Updated: July 27, 2016, 9:18 AM IST
રાજકારણીઓની લાભની રમત!, પીડિતોને લાખોની સહાય,શહીદ પોલીસને ફુટી કોડી પણ ન આપી!
અમરેલીઃઉનામાં થયેલ દલિત અત્યાચારમાં રાજકીય રંગ લાગ્યો અને અત્યાચાર પીડિતોને સહાયતાનો ધોધ વછુટ્યો તેમ લાખો ની સહાય મળી પણ પ્રજા ના જાન માલ ની જવાબદારી નિભાવતા પોલીસ રક્ષક ને અમરેલી માં શહીદી વહોરી લીધી હોવા છતાં સરકાર કે કોઈ પણ રાજકીય પક્ષે શહીદ પોલીસ ને એક ફૂટી કોડી પણ ન આપી ને શહિદ પરિવાર સાથે ક્રૂર મશ્કરી કરી છે.

  • Pradesh18
  • Last Updated: July 27, 2016, 9:18 AM IST
  • Share this:

અમરેલીઃઉનામાં થયેલ દલિત અત્યાચારમાં રાજકીય રંગ લાગ્યો અને અત્યાચાર પીડિતોને સહાયતાનો ધોધ વછુટ્યો તેમ લાખો ની સહાય મળી પણ પ્રજા ના જાન માલ ની જવાબદારી નિભાવતા પોલીસ રક્ષક ને અમરેલી માં શહીદી વહોરી લીધી હોવા છતાં સરકાર કે કોઈ પણ રાજકીય પક્ષે શહીદ પોલીસ ને એક ફૂટી કોડી પણ ન આપી ને શહિદ પરિવાર સાથે ક્રૂર મશ્કરી કરી છે.

pankaj sahid unakad polish1

ઉના કાંડમાં થયેલ દલિત અત્યાચારના ઘેર પડઘા આખા ગુજરાત રાજ્યમાં પડ્યા અને સડક થી લઈને સંસદ સુધી દલિત અત્યાચાર મુદ્દો ગુંજી ઉઠયો  જયારે અત્યાચાર ને આંદોલન નું હથિયાર લઈને નીકળેલા અમરેલી ના દલિત સમાજ ના ટોળાએ ચીતલ રોડ પર કરેલા પોલીસ પર પત્થરમારા માં નિર્દોષ અમરેલી એલ.સી.બી.ના કર્મી પંકજ અમરેલીયાને શહીદી વ્હોરવી પડી હતી

19 જુલાઈ નો દિવસ ગુજરાત પોલીસ માટે કાળો દિવસ સાબિત થયો હોય તેમ પાલિકા ના નિવૃત કર્મચારી રમેશભાઈ અમરેલીયાનો એક નો એક પુત્ર પંકજ અમરેલીયા પર આખા ઘર નો મોભી બનીને પરિવાર નું ગુજરાન કરતો હતો.

જયારે ઘરનો પાલનહાર જ પ્રજા ની રક્ષા કાજે શહીદ થયો ત્યારે પંકજ અમરેલીયા ના પિતા, તેના 12 સાયન્સ માં અભ્યાસ કરતી દીકરી અને ધોરણ 8 માં અભ્યાસ કરતા પુત્ર એ છત્રછાયા ગુમાવતા આખો પરિવાર વેરવિખેર થઇ ગયો છે. ત્યારે જે સરકારી નોકરી માટે પ્રાણ ની આહુતિ આપનાર શહીદ પોલીસ કર્મી ને સરકારી સહાય ની ફૂટી કોડી પણ મળી નથી.

દલિત અત્યાચાર પીડિતોને સરકારી સહાયો નો ધોધ વાંછુટ્યો છે જયારે પીડિતો ને સહાય ના પેકેજો મળ્યા, સવલતો મળી પણ જે અત્યાચાર મુદ્દે પ્રજા ની સલામતી ઇચ્છતા પોલીસ કર્મી ને મોત મળ્યું પણ સરકારી સહાય ની એક પાઈ પણ હજુ સુધી મળી નથી જયારે ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ શહીદ પોલીસ કર્મીના પરિવાર ને સાંત્વના પાઠવવા અમરેલી આવ્યા ત્યારે ફહરાધોરણ મુજબ ની રકમો મળવાની ધરપત પરિવાર જનો ને આપેલી હતી.

પણ જે ગૃહમંત્રી એ ચેકો આપેલા તે શહીદ પોલીસ કર્મી પંકજ અમરેલીયા ની હક્ક-રજાના 2 લાખ 64 હજાર 380 રૂપિયા સાથે પોલીસકર્મી ના જુથવીમાં ના 1 લાખ 31 હજાર 366 રૂપિયાનો ચેક સાથે શહીદ પોલીસ કર્મીની અંતિમક્રિયાનો 2500 રૂપિયાનો ચેક જ હજુ પોલીસ પરિવાર ને મળ્યો છે. જયારે સરકારી સહાય ની એકપણ પાઈ શહીદ પોલીસ કર્મીના પરિવાર ને મળી નથી તે વસવસો આખા ગુજરાત પોલીસ સાથે મશ્કરી સમાન બન્યો છે તે વાસ્તવિકતા જોવા મળી છે જે અંગે અમરેલી કોગ્રેસ ના ધારાસભ્ય પરેશ ધાનાણી એ સરકાર સામે શહિદ પોલીસ કર્મીને યોગ્ય વળતર આપવાની માંગણી દોહરાવી છે.

દલિત  અત્યાચાર પીડિતો મુદ્દે સડક થી સંસદ ગાજી હતી અને રાજકીય જશ ખાટવા  મુખ્યમંત્રી થી લઈને રાહુલ ગાંધી, કેજરીવાલ, શરદ યાદવ, સહીત ના મહાનુભાવો એ સહાય કરીને સાંત્વના પાઠવી જયારે ફરજ નિષ્ઠા ને વરેલા પોલીસ કર્મી એ પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં રાજ્ય સરકાર ધારધોરણની  સહાય પણ પહોંચાડી શકી નથી. ત્યારે ગૃહમંત્રી રજની પટેલ, અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાંત્વના ના સારા શબ્દો બોલી ને ચાલતા થયા છે પણ જે અમરેલીયા પરિવારે પોતાનો કુળદીપક ગુમાવ્યો છે તેને સહાય ના નામે મળી છે ફક્ત સાંત્વના...

First published: July 27, 2016, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading