મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની આજે પહેલી લગ્ન તિથિ છે. એક વર્ષ પહેલાં આજનાં જ દિવસે ઇશા અંબાણીએ અજય પીરામલનાં દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતાં.
માતા નિતા અંબાણી અને દીકરી ઇશા અંબાણીની આ તસવીર ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ હતી
લગ્નમાં ઇશાનાં વ્હાઇટ કલરની ચોલી પહેરી હતી. અને માતા નિતા અંબાણીએ લગ્નમાં જે લાલ બાંધણીનું પાનેતર પહેર્યુ હતું તે જ તેને દુપટ્ટા તરીકે લીધુ હતું.
આ જોડીનાં શાહી લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીથી માંડીને દેશ-વિદેશની દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. આજે તેમનાં લગ્નની વર્ષગાંઠે ચાલો તેમનાં લગ્નની તસવીરો પર કરીએ એક નજર
બંને ભાઇઓ અનંત અને આકાશ સાથે ઇશા અંબાણી
ઇશા અંબાણીનાં લગ્ન મુંબઇમાં એન્ટિલિયા હાઉસમાં જ થયા હતાં. લગ્ન પહેલાં ઉદેપુરમાં ઇશા માટે ખાસ પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન થયુ હતું. જેમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સે પણ ઇશાની પ્રી વેડિંગ ફંક્શનમાં પરફૉર્મ કરવાં પહોંચી હતી.
લગ્ન સમયે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સહજ તસવીર
આ લગ્નમાં સંગીત સેરેમનીનું હોસ્ટિંગ શાહરૂખ ખાને કર્યુ હતું. આ લગ્નમાં બચ્ચન પરિવાર, શાહરૂખ ખાન- ગૌરી, આમિર ખાન- કિરન રાવ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, આલિયા ભટ્ટ- રણબીર કપૂર, શાહિદ કપૂર-મીરા રાજપૂત, પ્રિયંકા ચોપરા- નિક જોનસ જેવાં સ્ટાર્સે હાજરી આપી હતી.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર