Home /News /gujarat /

રવિવારે પણ અમદાવાદમાં વરસાદી માહોલઃ સિઝનનો સરેરાશ વરસાદ 16 ઇંચ થયો

રવિવારે પણ અમદાવાદમાં વરસાદી માહોલઃ સિઝનનો સરેરાશ વરસાદ 16 ઇંચ થયો

શનિવારે શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

રવિવારે સવારથી પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

    અમદાવાદઃ શનિવારે અમદાવાદમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મધ્ય અમદાવાદમાં 45 એમએમ પડ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં શહેરમાં સિઝનનો સરેરાશ વરસાદ 16 ઇંચ થઈ ગયો છે. શનિવારે બપોર પછી અચાનક વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. રવિવારે સવારથી પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

    વીજળી પડતાં ચાર ગાયોનાં મોત

    શનિવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે પડેલા વરસાદને કારણે ચાર ગાયોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે સારંગપુરના દોલતખાના પાસે વીજળી પડી હતી. આ વીજળી એક મકાનની દીવાલ પર પડી હતી. વીજળી પડવાને કારણે મકાનની બાજુમાં બાંધેલી ચાર ગાયોનાં મોત થયા હતા.

    અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ

    અરવલ્લી જિલ્લામાં શનિવારથી અનારાધાર વરસાદ પડી રહ્યો છે. રવિવારે મોડાસા અને શામળાજી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોડાસા અને મેઘરજમાં ત્રણ ઇંચ, માલપુરમાં 2.5 ઇંચ, બાયડ અને ધનસુરામાં બે ઇંચ અને ભિલોડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

    છોટાઉદેપુરમાં વરસાદ

    વરસાદના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ મધ્યગુજરાત પર હેત વરસાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વરસાદની પધરામણી થઈ હતી. જેમાં કવાંટમાં ત્રણ ઇંચ, છોટાઉદેપુરમાં 2.72 ઇંચ, સંખેડામાં 1.25 ઇંચ, બોડેલીમાં બે ઇંચ, નસવાડીમાં 1.75 ઇંચ, પાવીજેતરપુરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે છોટાઉદેપુરના નસવાડીના બોરીયાદ-પરિપુરા પાસે અશ્વિન નદીના કોઝવે પર પસાર થતી વખતે એક બાઇક સવાર તણાયો હતો. કોઝવે પરથી પસાર થતી વખતે 27 વર્ષીય યુવક તણાયો હતો.
    First published:

    Tags: Ahmedabad 1 inch rain, Ahmedabad Heavy Rain, Last round of Rain, Lightning, અમદાવાદ, ગુજરાત, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन