'કભી કભી', 'કહોના પ્યાર હૈ' જેવી સુપરહિટ ફિલ્મો લખનારા સ્ક્રિપ્ટ રાઇટર સાગર સરહદીનું નિધન

'કભી કભી', 'કહોના પ્યાર હૈ' જેવી સુપરહિટ ફિલ્મો લખનારા સ્ક્રિપ્ટ રાઇટર સાગર સરહદીનું નિધન
સાગર સરહદીનું 88 વર્ષે નિધન

સરહદીના નિધન પર ફિલ્મ અભિનેતા જેકી શ્રોંફે ઇન્સ્ટ્રાગ્રામ પર સાગર સરહદીની તસવીર શેર કરીને શોક પ્રગટ કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર, લેખક, નિર્દેશક સાગર સરહદીનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. તેમનું નિધન 88 વર્ષની જૈફ વયે થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયુ છે. દિગ્ગજ ફિલ્મ મેકર સાગર સરહદીએ કભી કભી, સિલસિલા, ચાંદની, દુસરા આદમી, ચૌસર, ફાંસલે, નૂરી અને કહોના પ્યાર હૈ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મોની સ્ક્રિપ્ટ તેમણે લખી હતી. સાગર શરહદીએ સ્મિતા પાટિલ તથા નસીરુદ્દીન શાહની ફિલ્મ 'બાઝાર'ને ડિરેક્ટ કરી હતી. ફારુખ શેખ, નસીરુદ્દીન તથા શબાનાની ફિલ્મ 'લોરી' પ્રોડ્યૂસ કરી હતી. રીતિક રોશન તથા અમીષા પટેલની ફિલ્મ 'કહોના પ્યાર હૈ'ના સ્ક્રીનરાઈટર હતા.

  સાગર સરહદીનું રવિવાર રાત્રે 11 અને 12 વાગ્યાની વચ્ચે લાંબી બિમારી બાદ નિધન થઇ ગયું, ચાચા સાગરનો પાર્થિવ દેહ સાયન હોસ્પિટલ નજીકના શબદાહ ગૃહમાં રાખવામાં આવ્યો છે.  સાગર સરહદીનો જન્મ 11 મે 1933માં બફા પાકિસ્તાનમાં થયો હતો. તેઓ તેમનું ગામ અબટાબાદને છોડીને પહેલે દિલ્લી કિંગ્સવે કેમ્પ અને પછી મુંબઇમાં ચાલીમાં રહ્યાં.ત્યારબાદ તેમણે સખત મહેનત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની આગવી ઓળખ બનાવી હતી. સાગર સરહદીને યશ ચોપડાની ફિલ્મ કભી કભીથી મળી હતી. આ ફિલ્મમાં રાખી અને અમિતાભ છે.
  View this post on Instagram

  A post shared by Jackie Shroff (@apnabhidu)
  સરહદીના નિધન પર ફિલ્મ અભિનેતા જેકી શ્રોંફે ઇન્સ્ટ્રાગ્રામ પર સાગર સરહદીની તસવીર શેર કરીને શોક પ્રગટ કર્યો છે. તેમણે લખ્યું. RIP ડાયરેક્ટર હંસલ મહેતાએ પણ શોક પ્રગટ કર્યો. તેમણે લખ્યું ‘તેમ યાદ બહુ આવશો

  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે નિર્દેશનથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, ફારૂખ શેખ અને નસૂરૂદદીન શાહ છે. ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ઇન્ડિય ક્લાસિક માનવામાં આવે છે. તેઓ આ ફિલ્મના નિર્માતા, નિર્દશક અને રાઇટર હતા.
  Published by:Margi Pandya
  First published:March 22, 2021, 16:11 IST

  ટૉપ ન્યૂઝ