Home /News /gujarat /

રાજકોટ : ત્રણ વર્ષના બાળકના નાકમાં સ્ક્રુ ફસાયો, ડોકટરે બચાવ્યો બાળકનો જીવ, ઓપરેશનનો Live video

રાજકોટ : ત્રણ વર્ષના બાળકના નાકમાં સ્ક્રુ ફસાયો, ડોકટરે બચાવ્યો બાળકનો જીવ, ઓપરેશનનો Live video

ત્રણ વર્ષનો પુત્ર શોર્યએ ઘરે રમતા રમતા નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાખી દીધો હતો

Rajkot news- નાના બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, વીડિયો તમને વિચલિત કરી શકે છે

રાજકોટ : રાજકોટમાં (Rajkot)નાના બાળકોને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા રિષીભાઈ જીંજુવાડિયાના ત્રણ વર્ષનો પુત્ર શોર્યએ ઘરે રમતા રમતા નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાખી દીધો(Screw stuck in the nose) હતો. પિતા રિષીભાઈએ તરત જ સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ બાળકે ઊંડો શ્વાસ લઇ લેતા સ્ક્રુ નાકમાં ઊંડે ઉતરી ગયો હતો. બાળકના પિતા રિષીભાઈએ તાત્કાલિક ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કરની (Dr.Himanshu Thakkar)હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ત્યાં ડો. હિમાંશુ ઠક્કરે તાત્કાલિક તપાસ કરી તો માલુમ પડ્યું કે સ્ક્રુ નાકના ઊંડે ફસાઈ ગયો હતો.

ડો. ઠક્કરે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન (operation)થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્ક્રુ દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો. આ કેસની વિકટ પરિસ્થિતિએ હતી કે બાળકની ઉમર માત્ર 3 વર્ષની હતી અને નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને ઉતરી જાય તો તે શ્વાસ નળીમાં ફસાય જાય અને જીવનું જોખમ ઉભું થાય. વળી સ્ક્રુ કાઢતી વખતે નાક માંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થાય. આ તમામ વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં આવા અનેક ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવામા માહિર એવાં ડો હિમાંશુ ઠક્કરે કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ત્રણ વર્ષના માસુમ બાળકના નાક માંથી આશરે દોઢેક સેન્ટિમીટર મોટો સ્ક્રુ દૂરબીન વડે કાઢી આપી બાળકને મુસીબત માંથી ઉગારી લીધો હતો.

આ પણ વાંચો - સુરત : ચોરી કરવા ગયેલા ચોર ઉપર એસીનું મશીન પડતા ઘટનાસ્થળે મોત, જુઓ લાઇવ Video


આ તબક્કે બાળકના પિતા રિષીભાઈએ ડો ઠક્કરનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. મહત્વનું છે કે જે રીતે ત્રણ વર્ષનો બાળક રમતા રમતા પોતાના નાકમાં મેટલની સ્ક્રુ નાખી દીધો હતો અને જો તે શ્વાસ નળીમાં અટકી ગયો હોત તો કદાચ બાળક માટે જીવનું જોખમ સાબિત થઇ શકત.

આ પણ વાંચો - રાજકોટ : દારૂ બાદ હવે માદક પદાર્થનો વેપલો, ડ્રગ્સ અને ગાંજા સાથે 3 ઝડપાયા

ત્યારે આ કિસ્સો નાના બાળકોના માતા-પિતા અને પરિવારજનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. બાળક રમતો હોય ત્યારે હાથમાં શું આવી જાય છે અથવા તો આવી કોઈ નાની વસ્તુ કાન, નાક કે મોમાં નથી નાંખતો ને તે વાલીઓએ જોઇ અને તકેદારી રાખવી એટલી જ મહત્વની બની રહે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Live video, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन