પાક સરહદે રાજસ્થાન વિસ્તારમાં પ્રચંડ વિસ્ફોટ, આકાશમાંથી સ્ક્રેપના ટુકડા નીચે પડ્યા!

Haresh Suthar | News18
Updated: January 26, 2016, 3:07 PM IST
પાક સરહદે રાજસ્થાન વિસ્તારમાં પ્રચંડ વિસ્ફોટ, આકાશમાંથી સ્ક્રેપના ટુકડા નીચે પડ્યા!
પાકિસ્તાની સીમાથી જોડાયેલા રાજસ્થાનના બાલોતરા વિસ્તારમાં પ્રચંડ ધમાકા બાદ આકાશમાંથી બોમ્બ સ્ક્રેપના ટુકડાઓ પડતાં મંગળવારે બપોરે દહેશતનો માહોલ છવાયો હતો.

પાકિસ્તાની સીમાથી જોડાયેલા રાજસ્થાનના બાલોતરા વિસ્તારમાં પ્રચંડ ધમાકા બાદ આકાશમાંથી બોમ્બ સ્ક્રેપના ટુકડાઓ પડતાં મંગળવારે બપોરે દહેશતનો માહોલ છવાયો હતો.

  • News18
  • Last Updated: January 26, 2016, 3:07 PM IST
  • Share this:
નવી દિલ્હી # પાકિસ્તાની સીમાથી જોડાયેલા રાજસ્થાનના બાલોતરા વિસ્તારમાં પ્રચંડ ધમાકા બાદ આકાશમાંથી વિમાન બોમ્બ સ્ક્રેપના ટુકડાઓ પડતાં મંગળવારે બપોરે દહેશતનો માહોલ છવાયો હતો.

balotrA_MORE-2

ધમાકા બાદ દહેશત : રાઠોડોની ઢાણીના નિવાસીઓ અનુસાર પ્રચંડ અવાજ સાથે મંગળવારે બપોરે આકાશમાંથી સ્ક્રેપના ટુકડાઓ નીચે પડ્યા હતા. ધમાકો એટલો પ્રચંડ હતો કે સૌ કોઇ ગભરાઇ ગયા હતા.

વિમાન દેખાયાની વાત :
ગ્રામ્ય વિસ્તારના લોકો આકાશમાં વિમાન જોયાનું કહી રહ્યા છે. જોકે સત્તાવાર રીતે આ વાતને હજુ સમર્થન નથી અપાયું, પરંતુ ગામલોકોનું માનીએ તો સ્ક્રેપના ટુકડાઓ વિમાનના જ છે.

balotaraકેટલાક મકાનોમાં તિરાડો : પ્રચંડ ધમાકાને પગલે અહીં કેટલાક મકાનોમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય લોકોનું કહેવું છે કે, અવાજને પગલે ઘરોનું બહાર આવ્યા તો આકાશમાં વિમાન ગાયબ થઇ ગયું હતું.

જિલ્લા વહીવટી તંત્રને કરી જાણ :
ગ્રામિણઓએ આ ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ આ ધમાકાની જાણકારી મળતાં સેના અધિકારીઓને માહિતી આપી છે. રાઠોડોની ઢાણીમાં થયેલી આ ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
First published: January 26, 2016, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading