એક સંક્રમિત વ્યક્તિના માધ્યમથી હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે કોરોના વાયરસ?

કોરોના વાયરસ હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે અને કેટલી વાર સુધી રહી શકે છે?

કોરોના વાયરસ હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે અને કેટલી વાર સુધી રહી શકે છે?

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona virus)ને લઈને દરરોજ રિસર્ચ અને નવી શોધ સામે આવી રહી છે. આવો સમજીએ કે કોરોના વાયરસ હવામાં કેટલી દૂર સુધી જઈ શકે છે અને કેટલી વાર સુધી રહી શકે છે...


  કોરોના વાયરસ મૂળે, એયરોસોલની જેમ હવામાં નક્કર અને તરણ કણોની જેમ ફેલાય છે. હવાની સાથોસાથ, સપાટી પર જીવતો રહી શકે છે.


  કોરોનાનો આકાર એટલો નાનો હોય છે કે 10 કરોડ વાયરસ મળીને માત્ર એટલો જ મોટો હોય છે કે એક પિનની ટોચ પર ટકી શકે. તો તમે તેની સૂક્ષ્મતાનો અંદાજ લગાવી શકો છો.


  કોરોના વાયરસના બે આકાર હોય છે. મોટા કણ અને નાના કણ. મોટા કણોનો આકાર 5થી 15 માઇક્રોન સુધી હોય છે. જ્યારે નાના કણોનો આકાર 5 માઇક્રોનથી ઓછો હોય છે.


  મોટા કણો થોડીવાર હવામાં રોકાઈને સપાટી પર પડી જાય છે અને કલાકો સુધી જીવિત રહે છે. બીજી તરફ, નાના કણ હવામાં તરતા રહે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ તેનાથી બચવાનો સૌથી સારો ઉપાય છે.


  ઉધરસ થતાં કોરોનાનો વાયરસ 3 મીટર સુધી હવામાં સફર કરે છે જ્યારે છીંક આવતાં તેના કણ 8 મીટર જેટલા દૂર જાય છે. શ્વાસ દ્વારા તે 1.5 મીટર સુધી બહાર નીકળે છે.
  Published by:user_1
  First published: