ગુજરાતની શાળાઓ થશે ડિજિટલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને ગ્રાન્ટ ફાળવણીનાં આદેશ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળા

ગુજરાતની 6880 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર-2021થી માર્ચ-2022 સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે

  • Share this:
ગુજરાતની 6880 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર-2021થી માર્ચ-2022 સુધી ઈન્ટરનેટ સુવિધા માટે ગ્રાંટ ફાળવણીના આદેશો કરવામાં આવ્યા છે તેમ કમિશ્નર શાળાઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે વર્ષ 2019-20થી BSNLને કામગીરી સોપવામાં આવી હતી. જેનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર-2021થી પૂર્ણ થાય છે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધા અવિરત મળી રહે તેવા ઉમદા હેતુથી ઈન્ટરનેટ સેવા માટે નવેમ્બર-2021 થી માર્ચ-2022 સુધીનાં5૫ માસ માટે પ્રતિ માસ રૂ.500/- લેખે રૂ.2500/- ગ્રાન્ટ ફાળવણીનાં આદેશો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-જાણો કેમ લેપટોપનાં યુગમાં પણ હિસાબી ચોપડાની માંગ વધી : રાજ્યમાં રૂ. 50 કરોડનાં ચોપડાનું વેચાણ

આઝાદીના અમુત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે  “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન” નાં મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી તા. 25-10-2021ના રોજ  શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ આ આહવાનને સૌ એ ઉપાડી લઈ રૂપિયા 397.4લાખનું  1.17 લાખ મીટર ખાદી ખરીદીને વણાટ કામના કારીગરોને પ્રોત્સાહિત કર્યા છે.

આ પણ વાંચો-સુરત: બજારમાં દિવાળીનો માહોલ જામ્યો સુરતનાં બજારોમાં લોકોની ધૂમ ખરીદી

શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી,રાજય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, મંત્રીશ્રી  કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવવા મા આવ્યા છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક, અને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલ કુલ 67,610 સહભાગી અધિકારી/ કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ હસ્તકના કચેરીઓમાં ફરજ બજાવતા આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે કુલ રૂ. 397.4 લાખનું  1.17 લાખ મીટર ખાદી ખરીદી આ અભિયાનમાં ગાંધી જયંતિથી આજ દિન સુધી સૌ સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થયા છે. આ અભિયાન આવનાર સમયમાં પણ સક્રિય પણે ચાલુ રહેશે.
Published by:Margi Pandya
First published: