બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભારતના વર્તમાન નાણાકીય વર્ષમાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનું અનુમાન 7.3 ટકાથી વધારીને 7.5 ટકા કર્યું છે. આનો અર્થ એ થયો કે બેંકે જીડીપી વૃદ્ધિ દરના અંદાજમાં 0.2 ટકાનો વધારો કર્યો છે. તેનો તાજેતરનો Ecowrap રિપોર્ટ જણાવે છે કે, FY22માં અર્થતંત્ર 8.7 ટકા વધીને રૂ. 147 લાખ કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન ભારતે ખરેખર રૂ. 11.8 લાખ કરોડ ઉમેર્યા છે. તે પ્રી-કોરોના મહામારી નાણાકીય વર્ષ 2019-20 કરતાં માત્ર 1.5 ટકા વધુ છે.
એસબીઆઈના ચીફ ઈકોનોમિસ્ટ સૌમ્યકાંતિ ઘોષે ગુરુવારે જણાવ્યું હતું કે, “ઊંચો ફુગાવો અને તે પછી વ્યાજ દરોમાં સંભવિત વધારાને જોતાં, અમે માનીએ છીએ કે નાણાકીય વર્ષ 2022-23માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ રૂ. 11.1 લાખ કરોડ રહેશે. આ વર્તમાન નાણાકીય વર્ષમાં 7.5 ટકાની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર્શાવે છે, જે અમારા અગાઉના અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે. રિપોર્ટ અનુસાર ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહેવાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 6.5-6.7 ટકા રહી શકે છે.
16.1 ટકા ગ્રોથનુ અનુમાન જ્યાં સુધી વર્તમાન કિંમતો પર જીડીપીના કદનો સંબંધ છે, તે 2021-22માં રૂ. 38.6 લાખ કરોડ વધીને રૂ. 237 લાખ કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે 19.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઘોષના મતે ફુગાવો ઊંચો રહેવાની આશંકા વચ્ચે વર્તમાન ભાવે જીડીપી આ વર્ષે 16.1 ટકા વધીને 2022-23 ના પ્રથમ છ મહિનામાં રૂ. 275 લાખ કરોડ થશે
કંપનીઓના પ્રોફિટ 51 ટકા સુધી વધ્યા
SBIના આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કંપનીઓની આવક અને નફામાં વૃદ્ધિ અને બેંક લોનમાં વૃદ્ધિ સાથે આર્થિક વ્યવસ્થામાં પર્યાપ્ત રોકડ છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં શેરબજારમાં લિસ્ટેડ લગભગ 2,000 કંપનીઓની આવકમાં 29 ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં, તેનો નફો 1 વર્ષ પહેલાની સરખામણીમાં 52 ટકા વધ્યો છે.
લિક્વિડીટીના બાબતે આ રિપોર્ટ કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે રેપો રેટમાં ધીમે ધીમે વધારો કરશે. RBI જૂન અને ઓગસ્ટમાં યોજાનારી નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરી શકે છે. આ મહિને કેશ રિઝર્વ રેશિયો (CRR) માં 0.25 ટકાના વધારાની સંભાવના છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બેંક કોરોના સમયગાળા દરમિયાન 4 ટકા રહેનાર રેપો રેટમાં વધારો કરી શકે છે. હવે કુલ 1.25-1.5 ટકાનો વધારો કરી શકે છે. RBIએ ગયા મહિને રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો હતો. ઉપરાંત, CRRમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર