Home /News /gujarat /

SBI Recruitment : SBIમાં ડિજિટલ બેન્કિંગ હેડની ભરતી, અહીંથી સીધા કરો અરજી

SBI Recruitment : SBIમાં ડિજિટલ બેન્કિંગ હેડની ભરતી, અહીંથી સીધા કરો અરજી

SBI Recruitment 2022 : એસબીઆઈમાં ભરતી, ડિજિટલ બેન્કિંગ હેડની જગ્યા

SBI Recruitment 2022 : ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India) તરફથી ડિજિટલ બેન્કિંગ હેડ માટેની ભરતી બહાર (SBI Recruitment 2022 Notification) પાડવામાં આવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ https://sbi.co.in/ પરથી ઓનલાઈન અરજી (SBI Recruitment 2022 Online application) કરી શકે છે.

વધુ જુઓ ...
    SBI Recruitment 2022: ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India) તરફથી ડિજિટલ બેન્કિંગ હેડ માટેની ભરતી બહાર (SBI Recruitment 2022 Notification) પાડવામાં આવી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ https://sbi.co.in/ પરથી ઓનલાઈન અરજી (SBI Recruitment 2022 Online application) કરી શકે છે. ઉમેદવારોએ છેલ્લી તારીખ 28 જાન્યુઆરી (SBI Recruitment 2022:  Last dat of Online application) પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે. SBI એ જણાવ્યું છે કે, કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવશે.

    SBIએ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ‘તમામ પ્રકારે ડિજિટલ અને સેલ્ફ સર્વિસ ક્ષેત્રે બેન્કના ગ્રાહકોને યોગ્ય સેવા અને હાઈ ક્વોલિટી એક્સપીરિયન્સ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય છે. ઈનોવેટિવ વિચાર ધરાવતા અને બેન્કને ડિજિટલ ક્ષેત્રે અગ્ર બનાવી શકે તેવા વ્યક્તિની જરૂરિયાત છે.’

    સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકૃત નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પસંદગી પામેલ ઉમેદવારો 3 વર્ષ સુધી કામ કરવાનું રહેશે. બેન્ક ઉમેદવારનો કાર્યકાળ વધારી પણ શકે છે. ડિજિટલ બેન્કિંગ હેડે SBIની ડિજિટલ બેન્કિંગ સ્ટ્રેટેજી અને બિઝનેસ પ્લાન બનાવવાનો રહેશે અને તેનો અમલ કરવાનો રહેશે. જેનો ઉદ્દેશ્ય બેન્કના ગ્રાહકોને હાઈ ક્વોલિટી ડિજિટલ સર્વિસ પ્રદાન કરવાનો છે.

    SBIની ભરતી માટે વયમર્યાદા (SBI Recruitment, Age Limit)

    ઉમેદવાર પાસે બેન્કિંગ, નાણાંકીય સેવાઓ અને ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ડિજિટલ લીડરશીપનો અથવા ટ્રાન્સફોર્મેશનલ રોલમાં ઓછામાં ઓછો 18 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જેમાં ઉમેદવારે ઓછામાં ઓછું 5 વર્ષ સિનિયર મેનેજમેન્ટ સ્તર પર કામ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર વધુમાં વધુ 62 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 01
    શૈક્ષણિક લાયકાત

    - ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી E. અથવા B. Tech કરેલું હોવું જોઈએ.

    - જે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી MBA, PGDM અથવા MCA કરેલું હોય તે ઉમેદવાર પણ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

    - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ SBI ની આ ભરતી માટે અરજી કરી શકે છે.
    પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી 750 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ 28-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    શૈક્ષણિક લાયકાત (Educational requirements)

    - ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી E. અથવા B. Tech કરેલું હોવું જોઈએ.

    - જે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી MBA, PGDM અથવા MCA કરેલું હોય તે ઉમેદવાર પણ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

    - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ SBI ની આ ભરતી માટે અરજી કરી શકે છે.



    પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે. 

    અરજી ફી

    આ ભરતી માટે ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે.અરજી ફી ઓનલાઇન ચુકવી શકાશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, SBI bank, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन