SBIની મોટી જાહેરાત : 'ATM તમારું તો નિયમ પણ તમારા જ'

પ્રતિકાત્મક તસવીર

SBI પોતાનો ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે જે મુજબ હવે તમારા ATM પર નિયમ તમે જ નક્કી કરશો.

  • Share this:
    દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI એ તેના ગ્રાહકોની સુવિધા માટે એક મોટી જાહેરાત કરી છે. જે હેઠળ તમે તમારા ડેબિટ કાર્ડ માટે નિયમ જાતે નક્કી કરી શકો છો. આ અધિકારનો ઉપયોગ તમે YONOSBI એપ દ્વારા કરી શકો છો. SBI ના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ તમારું ડેબિટ કાર્ડ છે. તો તેના નિયમ અમે કેમ નક્કી કરીએ. SBI તમને અધિકાર આપે છે કે તમે તમારા ડેબિટ કાર્ડના વપરાશના નિયમો જાતે જ મેનેજ કરો અને YONOSBI એપ પર પોતાના કાર્ડની લિમિટ પોતે નક્કી કરો.

    આ માટે તમારે સૌથી પહેલા તમામ મોબાઇલમાં YONOSBI એપ ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ કર્યા પછી YONOમાં લોગિંન કરો અને પછી મેનુમાં જઇ સર્વિસ રિક્યોસ્ટ સિલેક્ટ કરો. તે પછી ATM/ ડેબિટ કાર્ડ સિલેક્ટ કરી મેનેજ કાર્ડ પર ક્લિક કરો. અહીં તમે લિમીટ નક્કી કરો અને કાર્ડ વપરાશ પણ કંટ્રોલ કરો.

    સાથે જ SBI વધુમાં તેમ પણ કહ્યું છે કે તમે આ અધિકારો સમજદારીથી ઉપયોગમાં લેશો અને છેતરપીંડીથી દૂર રહેશો.
    Published by:Chaitali Shukla
    First published: