SBIના ચેરમેને કહ્યું,'31 મે સુધી મળી જશે જેટ એરવેઝના નવા માલિક!'

SBIના ચેરમેને કહ્યું,'31 મે સુધી મળી જશે જેટ એરવેઝના નવા માલિક!'
SBIના ચેરમેન રજનીશ કુમારની ફાઇલ તસવીર

એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું,' દેવામાં ડુબેલી જેટએરવેઝ માટે નવા રોકાણકાર કે ખરીદદાર મેના અંત સુધીમાં મળી જશે

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ને આશા છે કે દેવામાં ડુબેલી જેટ એરવેરઝના નવા માલિક મેના અંત સુધીમાં મળી શકે છે. કંપનીના સ્થાપક નરેશ ગોયલ પાસે ભવિષ્યમાં પોતાની ભાગીદારી 25 ટકાથી વધારવાનો વિકલ્પ રહેશે.

    એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે CNBC-TV18ને કહ્યું કે જુન સુધી ઘણી વાર લાગશે મારા મતે 31મી મે સુધી જ રોકાણકારો દ્વારા આ કંપનીને ખરીદી લેવામાં આવે અથવા તો રોકાણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે, જેટ એરવેઝ માટે નિમંત્રણ પત્રિકાઓ 9મી એપ્રીલે બહાર પડાશે. જ્યારે 30મી એપ્રીલે બોલી સોપવામાં આવશે.



    આ પણ વાંચો: જેટના ચેરમેન નરેશ ગોયલનું રાજીનામું,કંપનીમાં 1500 કરોડનું રોકાણ આવશે

    એસબીઆઈની આગેવાનીમાં બેંકોનો સમૂહ કંપનીમાં 51 ટકાની ભાગીદારી મેળવવા માટે 1500 કરોડ રૂપિયા રોકવા માટે સહમત થયો છે. આ રોકાણ બાદ રૂપિયા 11.4 કરોડના શેર બહાર પાડવામાં આવશે. આ શેર બહાર પડતા નરેશ ગોયલની ભાગીદારી 50 ટકાથી ઘટીને 25 ટકા થઈ જશે, જ્યારે અબુધાબીના એતિહાદ એરવેઝની ભાગીદારી 24 ટકાથી ઘટીને 12 ટકા થઈ જશે. બેન્કોનો સમૂહ નવા રોકારણકારો માટે બોલીની પ્રક્રિયા શરૂ કરશે જે મે મહિનાના અંત સુધીમાં સમાપ્ત થવાની શક્યતા છે.

    આ પણ વાંચો: નરેશ ગોયલ અને તેની પત્નીએ બોર્ડ છોડ્યું, જેટ એરવેઝ પર હવે બેંકનો કબજોઃ સૂત્ર

    રમેશ કુમારે કહ્યું હતું કે નવા રોકાણમાં નરેશ ગોયલ, એતિહાદ કે અન્ય કોઈ પણ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે. બોલી અથવા તો એરલાઇનને કંટ્રોલમાં લેવા કોઈ પણ પ્રકારની શરતો રાખવામાં આવી નથી. હાલમાં નાણાકીય કટોકટીના કારણે જેટ એરવેઝના 80થી વધુ વિમાનો ઉડાન ભરી રહ્યાં નથી.
    First published:March 25, 2019, 20:58 pm