Home /News /gujarat /સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ-વીજળી પડતાં પાંચ લોકોના મોત

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ-વીજળી પડતાં પાંચ લોકોના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગઇ કાલથી પડેલા ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાને પગલે પાંચ લોકોના મોત નીપજ્યા છે. બગસરા-કાલાવડમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ચાર સ્થળોએ વીજળી પડતા ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે.જ્યારે એક યુવકનું ડૂબતા મોત થયું છે. 23 પશુઓના પણ મોત નિપજ્યા છે.જૂનાગઢ,જામનગર, અમરેલી જિલ્લામાં અર્ધાથી ચાર ઇંચ વરસાદ થયો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગઇ કાલથી પડેલા ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાને પગલે પાંચ લોકોના મોત નીપજ્યા છે. બગસરા-કાલાવડમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ચાર સ્થળોએ વીજળી પડતા ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે.જ્યારે એક યુવકનું ડૂબતા મોત થયું છે. 23 પશુઓના પણ મોત નિપજ્યા છે.જૂનાગઢ,જામનગર, અમરેલી જિલ્લામાં અર્ધાથી ચાર ઇંચ વરસાદ થયો હતો.

saurast varsad

સૌરાષ્ટ્ર ઉપર કેન્દ્રીત થયેલાં ચાપલા નામના ચક્રવાતના કારણે એકથી ચાર ઈંચ વરસાદ થયો હતો. તાલાલાના મોઢુકકા ગીરમાં વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. ભેંસાણના છોડવડીમાં ગાયનું મોત નીપજ્યું હતું. જલાલપોર તાલુકાના મોટીકરોડ, સરાવ સહિતના ગામોમાં ઘરના પતરા ઉડ્યાં હતાં.

જૂનાગઢ શહેરમાં 3,ભેંસાણમાં 3,વંથલીમાં સાડાત્રણ, શાપુરમાં 4, ગીરગઢડા પંથકમાં અર્ધાથી દોઢ, તાલાલા પંથકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો.

તાલાલાના મોરૂકાગીર ગામે વીજળી પડતાં યુવાન તેમજ મોરૂકા ગામે વીજળી પડતા એક તરુણ અને એક મહિલાનું મોત થયું હતું. જ્યારે રાજકોટ તાલુકાના રફાળા ગામે વીજળી પડતા એક યુવાનનું તથા જામકંડોરણાના જામદર ગામે વીજળી પડતા દસ વર્ષની બાળાનું મોત થયું હતું.
First published:

Tags: ખેતી, ગુજરાત, ચોમાસુ, મોત, વરસાદ, હવામાન વિભાગ

विज्ञापन
विज्ञापन