Home /News /gujarat /

સૌરાષ્ટ્રની એક માત્ર ગ્રાન્ટેડ કોલેજને બંધ કરવા સરકારનો આદેશ

સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ઇ.સ. 1959માં સ્થાપેલ અને સૌરાષ્ટ્રની એક માત્ર ગ્રાન્ટેડ વઢવાણની એન.એમ.શાહ આર્ટ ટીચર ટ્રેનિંગ કોલેજને બંધ કરવાના આદેશથી કલાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આર્ટ કોલેજ બંધ થતા તેના વિદ્યાર્થીઓને અમદાવાદ ભણવા જવુ પડે છે. આથી વઢવાણની આર્ટ કોલેજને કાર્યરત રાખવાની લાગણી અને માંગણી ઉઠી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરેન્દ્રનગરઃ વઢવાણમાં ઇ.સ. 1959માં સ્થાપેલ અને સૌરાષ્ટ્રની એક માત્ર ગ્રાન્ટેડ વઢવાણની એન.એમ.શાહ આર્ટ ટીચર ટ્રેનિંગ કોલેજને બંધ કરવાના આદેશથી કલાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આર્ટ કોલેજ બંધ થતા તેના વિદ્યાર્થીઓને અમદાવાદ ભણવા જવુ પડે છે. આથી વઢવાણની આર્ટ કોલેજને કાર્યરત રાખવાની લાગણી અને માંગણી ઉઠી છે.

saurastra band1

વઢવાણ વિકાસ વિદ્યાલય દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર 1959ની સાલમાં આર્ટ કોલેજ શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટેડ એન.એમ.શાહ આર્ટ ટીચર ટ્રેનિંગ કોલેજમાં એ.ટી.ડી. અને ફાઇન આર્ટનાં અભ્યાસક્રમની સુવિધા હતી. આથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો વિદ્યાર્થીઓ આ આર્ટ કોલેજમાં ચિત્ર અને કલાનું જ્ઞાન મેળવવા માટે લાઈનો લગાવતા હતાં.પરંતુ સૌપ્રથમ એટીડી કોલેજ કોઇ કારણોસર બંધ થઇ હતી. ત્યારે સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા ફાઇન આર્ટ કોલેજ બંધ કરવાનો લેખિત આદેશ કરાયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાનાં કલાપ્રેમીઓમાં રોષ સાથે શોકની લાગણી ઉભી થઇ છે.

આ અંગે આર્ટ ટીચર ટ્રેનિંગ કોલેજનાં પ્રિન્સિપાલ દેવજીભાઈ શ્રીમાળીનો સંપર્ક  લેખિત પત્ર બતાવીને જણાવ્યુ કે, સંયુક્ત શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા આ લેખિત આદેશ થયો છે.

હાલ તો આ ફાઈન આર્ટ કોલેજ બંધ થતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અધૂરો અભ્યાસ અમદાવાદની કોલેજમાં જવાનો લેખિત આદેશ કરાયો છે.
First published:

Tags: અભ્યાસ, રાજ્ય સરકાર, વિદ્યાર્થી ગ્રુપ, વિવાદ, શિક્ષણ

આગામી સમાચાર