Home /News /gujarat /SBI Recruitment : SBI CBOની 1226 પોસ્ટ પર આવી બંપર ભરતી, 36,000 પગારથી થશે શરૂઆત

SBI Recruitment : SBI CBOની 1226 પોસ્ટ પર આવી બંપર ભરતી, 36,000 પગારથી થશે શરૂઆત

SBI CBO Recruitment 2022: એસબીઆઈ સીબીઓની ભરતી, અહીંયાથી કરો અરજી

SBI CBO Recruitment 2021 : એસબીઆઈમાં 1266 જગ્યા માટે ભરતી બહાર પડી છે. અરજી કરવા માટે અહીંથી સીધા આવેદન કરી શકશો

SBI CBO Recruitment 2021 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) સર્કલ બેઝ્ડ ઓફિસર્સ (Circle Based Officers) SBI CBOની ભરતી 2021 માટે નોટિફિકેશન (SBI CBO Recruitment 2021) બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ 1226 ખાલી જગ્યાઓ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 9 ડિસેમ્બર, 2021ના રોજથી સત્તાવાર વેબસાઈટ - sbi.co.in પર શરૂ થઈ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવારો ઓફિશ્યલ સાઇટ પરથી અરજી (Apply Online) કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 29મી ડિસેમ્બર છે. માટે રસ ધરાવતા (SBI CBO Recruitment Last Date of Online application) ઉમેદવારો વહેલીતક રજિસ્ટ્રેશન કરાવી શકશે

શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ

CBO અધિકારીઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે જેવી અનેક બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. નોટિફીકેશમાં જણાવ્યા અનુસાર, ફક્ત તેવા ઉમેદવારોએ જ અરજી કરવી કે જેમની ઉંમર 01.12.2021 ના ​​રોજ 21 વર્ષથી ઓછી ન હોય અને 30 વર્ષથી વધુ ન હોય. એટલે કે ઉમેદવારોનો જન્મ 01.12.2000 પછી અને 02.12.1991 કરતા પહેલા થયો ન હોવો જોઈએ.

જ્યારે અનુભવની વાત કરીએ તો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બીજી સૂચિમાં સૂચિબદ્ધ કોઈપણ શિડ્યૂલ કોમર્શિયલ બેંક અથવા કોઈપણ રીજનલ રૂરલ બેંકમાં અધિકારી તરીકે 01.12.2021 ના ​​રોજ લઘુત્તમ 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

બેઝીક સેલેરીના આશરે રૂ.36,000 સાથે સર્વિસના દરેક વર્ષ બાદ ઇન્ક્રીમેન્ટ મળશે. આ અધિકારીઓ નિયમો અનુસાર D.A, H.R.A/ લીઝ ભાડા, C.C.A, મેડિકલ અને અન્ય ભથ્થાઓ માટે પણ પાત્ર હશે.

આ પણ વાંચો : CISF Head Constable Recruitment 2022: CISFમાં 12 પાસ માટે ભરતી, 25,500 પગારથી થશે શરૂઆત

કઇ રીતે થશે પસંદગી? : SBI CBOની ભરતી માટે 3 તબક્કામાં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે - ઓનલાઈન લેખિત કસોટી, સ્ક્રીનીંગ અને ઈન્ટરવ્યુ. દરેક તબક્કામાં ઉમેદવારોને જે-તે રાઉન્ડમાં મેળવેલ મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અંતિમ પસંદગી માટે ઉમેદવારોએ અલગ-અલગ ઓનલાઈન લેખિત કસોટી અને સ્ક્રિનિંગ રાઉન્ડ બંનેમાં ક્વોલિફાય થવું પડશે. વધુ જાણકારી માટે ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને માહિતી મેળવી શકે છે. કોલ લેટર ડાઉનલોડ કરવાની અને લેખિત પરીક્ષાની અંતિમ તારીખ, સમયસર જાહેર કરવામાં આવશે.

અરજી ફી

જનરલ કેટેગરી/અન્ય કેટેગરી હેઠળ અરજી કરનારા ઉમેદવારો માટે SBI CBO ભરતી 2021ની અરજી ફી રૂ. 750 ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PwBD હેઠળ અરજી કરનારાઓએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા1266
લાયકાતગ્રેજ્યુએશન
પસંદગી પ્રક્રિયાપ્રવેશ પરીક્ષા + ઈન્ટરવ્યૂના આધારે
અરજી કરવાની ફી750 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ29-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



આ રીતે કરો અરજી

સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ sbi.co.in અથવા sbi.co.in/careers પર જાઓ.

હોમપેજ પર SBI CBO ભરતીની જાહેરાત પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરો.

રજીસ્ટ્રેશન કર્યા બાદ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.

આ પણ વાંચો : BMRCL Recruitment 2022: એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ મળશે પગાર

તમામ માહિતી ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

એપ્લીકેશન ફી ભરો (જો દર્શાવી હોય તો) અને સબમિટ બટન પર ક્લિક કરો.

આ ફોર્મની એક પ્રિન્ટ તમારી પાસે રાખો. જેથી ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.
First published:

Tags: Sarkari Naukri 2021, એસબીઆઇ