Home /News /gujarat /Sarkari Naukri : RLDAમાં એન્જિનિયરો માટે ભરતી, 54,600 રૂપિયા પગારથી થશે શરૂઆત
Sarkari Naukri : RLDAમાં એન્જિનિયરો માટે ભરતી, 54,600 રૂપિયા પગારથી થશે શરૂઆત
RLDA Recruitment 2021 : આરએલડીમાં પ્રોજેક્ટ માટે એન્જિનિયરોની ભરતી
Sarkari Naukri RLDA Recruitment 2021 : રેલવે મંત્રાલય હેઠળના રેલ જમીન વિકાસ સત્તામંડળમાં આસિસ્ટન્ટ પ્રોજેકટ એન્જીનીયરની 45 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામા આવી છે. આ નોકરી (Sarkari Naukri Job) માટે ઈચ્છુક અને લાયક ઉમેદવાર (RLDA Recruitment 2021)ને 23 ડિસેમ્બર પહેલા અરજી કરવા જણાવાયું છે.
RLDA Recruitment 2021 Job Notification: રેલવે મંત્રાલય હેઠળના રેલ જમીન વિકાસ સત્તામંડળમાં આસિસ્ટન્ટ પ્રોજેકટ એન્જીનીયરની 45 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામા આવી છે. આ નોકરી (Sarkari Naukri Job) માટે ઈચ્છુક અને લાયક ઉમેદવાર (RLDA Recruitment 2021)ને 23 ડિસેમ્બર પહેલા અરજી કરવા જણાવાયું છે. અહીં આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પોસ્ટ વાઇઝ લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ, કેવી રીતે અરજી કરવી વગેરેની માહિતી આપવામાં આવી છે.
તારીખ અને પોસ્ટ : RLDA ભરતી 2021 નોટિફિકેશન RLDA/કોન્ટ્રાક્ટ/2021/02 પર જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટ પર અરજી કરવાની છેલ્લો તારીખ 23 ડિસેમ્બર, 2021 છે અને કુલ 46 પોસ્ટ પર અરજી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકત
કેન્દ્ર અથવા રાજ્ય વિધાનસભાના કાયદા કે સંસદના કાયદા દ્વારા સ્થાપિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સમાવિષ્ટ કરવામાં આવેલ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે ગણાતી કે UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી ફૂલ ટાઈમ બીઈ/બી ટેક (સિવિલ એન્જિનિયરિંગ) કરનાર ઉમેદવાર આ પોસ્ટ માટે લાયક છે. જોકે, તેમને માર્કસ 60 ટકાથી ઓછા ન હોવા જોઈએ.
લાયક અરજદારો માટે પસંદગીનો અન્ય એક માપદંડ સિવિલ એન્જિનિયરિંગ (Subject Code: CE)માં માન્ય GATE ટકાવારી છે. જો બે ઉમેદવારો વેલીડ GATE ટકાવારી સમાન હોય તો વરિષ્ઠ ઉમેદવારને પસંદગી અને પોસ્ટિંગ બંનેમાં પ્રાધાન્ય આપવામાં આવશે.