Home /News /gujarat /

Sarkari Naukri 2021: ધોરણ 8 અને 10 પાસ વિદ્યાર્થીઓ માટે 1290 પદો પર ભરતી, ફટાફટ કરો અરજી

Sarkari Naukri 2021: ધોરણ 8 અને 10 પાસ વિદ્યાર્થીઓ માટે 1290 પદો પર ભરતી, ફટાફટ કરો અરજી

NCL Apprentice Recruitment 2021 : ધો.8-10 પાસ આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે ભરતી

NCL Apprentice Recruitment 2021 : ધોરણ 8 અને ધોરણ 10 પાસ કરી સરકારી નોકરી (Government Jobs) ની શોધ કરતા કેન્ડિડેટ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણો કેવી રીતે કરી શકાશે નોકરી માટે અરજી

    Sarkari Naukri Result 2021:  ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ધોરણ 8 અને ધોરણ 10 પાસ કરી સરકારી નોકરી (Government Jobs) ની શોધ કરતા કેન્ડિડેટ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નોર્થન કોલફિલ્ડ લિમિટેડ (Northern Coalfield limited Recruitment 2021) દ્વારા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પોતાના વિવિધ યુનિટ્સમાં ભરતીઓ (Recruitment) માટે ઉમેદવારો પાસેથી આવેદન મંગાવ્યા છે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 6 ડિસેમ્બર 2021થી શરૂ થશે. અરજી કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર 2021 છે.

    NCL Recruitment 2021: ખાલી પડેલા પદોની સંખ્યા :  આ નોકરીમાં વેલ્ડર- 88 પદ, ફિટર- 685 પદ,  ઈલેક્ટ્રિશિયન- 430 પદ,. કુલ- 1295 પદ

    NCL Recruitment 2021: શૈક્ષણિક લાયકાત

    ઈલેક્ટ્રિશિયન, ફિટર અને મોટર મિકેનિકના પદ પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાં ધોરણ 10 પાસની લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈની ડિગ્રી હોવી પણ જરૂરી છે. વેલ્ડરના પદ માટે ઉમેદવાર ધોરણ 8 પાસ હોવો જરૂરી છે, સાથે જ આઈટીઆઈની ડિગ્રી પણ ધરાવતો હોવો જોઈએ.

    NCL Recruitment 2021: વય મર્યાદા

    આ વિવિધ પદો પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 16થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

    ઓબીસી વર્ગ માટે વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

    એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છુટછાટ આપવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri : CISFમાં UPSC દ્વારા ભરતી, જાણો લાયકાત અને અહીંથી સીધા કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    નોકરીની જગ્યા 1295
    શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસ અને ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈમાંથી કોર્સ
    પસંદગી પ્રક્રિયા ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધાર પર તૈયાર કરવામાં આવેલા મેરિટ પરથી કરવામાં આવશે.
    અરજી ફી

    નિશુલ્ક

    અરજી કરવાની અંતિમ તારીખ 22-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો અહીંયા ક્લિક કરો 
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો 



    NCL Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધાર પર તૈયાર કરવામાં આવેલા મેરિટ પરથી કરવામાં આવશે.

    ઉમેદવારો આ ભરતીને સંલગ્ન કોઈ પણ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જોઈ શકે છે.

    અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો નીચે આપેલી ઓફિશિયલ લિન્ક પર ક્લિક કરી વિગતો જોઈ શકે છે. http:///https://www.nclcil.in/Content/nclcil.in/Document/771Notification

    અરજી કરવા માટે 

    અરજી કરવા માટે ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ ઈન્ડિયાની વેબસાઇટ પર જઈને પહેલા ં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ તમારારા લોગીન આઈડીથી ફરી લોગીન ઈન કરી અને એનસીએલની ભરતી પર આવેદન કરવાનું રહેશે.

    આ પણ વાંચો : JEE Mains 2022: જેઈઈ મેન 2022 અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખોથી શરૂ થઈ શકે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

    NCL Recruitment 2021: મહત્વની તારીખો

    અરજી કરવાની શરૂઆતી તારીખ – 6 ડિસેમ્બર 2021
    અરજી કરવાની અંતિમ તારીખ – 22 ડિસેમ્બર 2021
    First published:

    Tags: NCL, Recruitment, Sarkari Naukri

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन