Indian Navy Recruitment 2021: દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી જતા રોજગારીની બમ્પર (Employment after Second Wave of Coronavirus) તકો ખૂલી રહી છે. હવે જુદી જુદી સરકારી નોકરીમાં ભરતીની (Sarkari Naukri 2021) મોસમ ખીલી છે ત્યારે ભારતીય નૌ સેનામાં પણ 2500 જગ્યા (Indian navy SSR AA Jobs Recruitment 2021) માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ નોકરી માટે આવેદન કરવાની આજે અંતિમ તક છે. સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR Jobs in Navy) માટે ઓનલાઇન એપ્લિકેશન મંગાવવામાં આવી છે. આ નોકરી માટે ધો.12 સાયન્સના વિષયો સાથે પાસ ઉમેદવાર આવેદન કરી શકે છે. ફેબ્રુઆરી 2022થી શરૂ થવા જઈ રહેલી બેચ માટે આ આવેદન મંગાવવાાં આવ્યા છે. આ માટે એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 25મી (Last Date of application for SSR AA Recruitment in indian Navy) ઑક્ટોબર છે.
જગ્યા : નેવીની આ ભરતી માહિતી આપ્યા મુજબ 2500 પોસ્ટ માટે છે. આ પૈકીની આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA)ની 500 જગ્યાઓ પર અને સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR)માટે 2000 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA): આ પોસ્ટ માટે ગણિત, ફિઝિક્સ, ઉપરાંત કેમેસ્ટ્રી, બાયોલોજી કે કમ્પ્યુટર વિષય સાથે કોઈ એક વિષય પર 10-2 ધોરણે 60 ટકા સાથે પરીક્ષા પાસ કરેલા ઉમેદવારને નોકરી મળશે.
સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR): આ કેટેગરીમાં ઉમેદવારને ફિઝિક્સ ઉપરાંત સાયન્સ, બાયોલોજી, કમ્પ્યુટરમાંથી 10-2 સાથે ઉતીર્ણ હોવું અનિવાર્ય છે.
જેવી રીતે આર્મી અને નેવીની કે એરફોર્સની નોકરીમાં ફિટનેસનું ખૂબ મહત્ત્વ હોય છે તેથી અહીંયા ઉંમર મર્યાદા ખૂબ જરૂરી છે. આ પદ માટે નોકરી મેળવવા માંગતા ઉમેદવારોનો જન્મ 1 ફેબ્રુઆરી 2002 અને 31 જાન્યુઆરી 2005ની વચ્ચે ગમે ત્યારે થયો હોવો અનિવાર્ય છે.
પગાર અને ભથ્થા
આ પદો પર પસંદ થનારા ઉમેદવારને પહેલા તાલિમ આપવામાં આવે છે. આવા તાલીમાર્થીઓને શરૂઆતમાં 14,600 રૂપિયા સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવે છે જ્યારે ત્યારબાદ માસિક પગાર ડિફેન્સના મેટ્રિક (21700થી 69,100) અંતર્ગત મળશે. આ ઉપરાંત વધારાના સૈનિક ભથ્થા તરીકે પ્રતિ મહિને 5200 રૂપિયા અને ટ્રેનિંગ 3600 રૂપિયા આપવામાં આવે છે.
આ પણ વાંચો :
પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌ સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10+2ની શૈક્ષણિક લાયકાતના આધારે 10,000 આવેદનકર્તાઓની યાદી તૈયાર કરવામાં આવશે.આ યાદીમાંથી લેખિત પરીક્ષા, ફિટનેસ ટેસ્ટ માટે બોલવવામાં આવશે. ઉમેદવારોનું અપરિણીત હોવું આવશ્યક છે. ફિટનેસ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની પસંદગી આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA) અને સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR)માટે કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર