Sarkari Naukri : કોસ્ટગાર્ડમાં 10 પાસ માટે નોકરી, 25,000 રૂ. સુધી મળશે પગાર

કોસ્ટગાર્ડમાં ભરતી ફટાફટ કરો એપ્લાય

Sarkari Naukri : કોસ્ટમાં વિવિધ પદ માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 30મી નવેમ્બર ફટાફટ ભરો ફોર્મ

  • Share this:
    Indian Coast Guard Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લિફ્ટ ઓપરેટર, એન્જીન ડ્રાઈવર, લાસ્કર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને ફાયરમેનના પદો માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો આ પદો માટે જાહેરાતના 30 દિવસમાં અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2021 છે. ઓનલાઈન એપ્લિકેશન સબમીટ કરવાની છેલ્લી તારીખ – રોજગાર સામાચારમાં ભરતીના સમાચાર પ્રસિદ્ધ થયાના 30 દિવસની અંદર (30 નવેમ્બર 2021) ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

    શૌક્ષણિક લાયકાત: ઉમેદવાર ફરજીયાત ધોરણ 10 પાસ હોવો જોઈએ. લાઈટ મોટર વિહિકલ અને હેવ મોટર વિહિકલ બન્ને માટે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ સાથે જ મોટર મિકેનિઝનનું જ્ઞાન હોવું જરૂરી છે.

    વય મર્યાદાઃ

    અરજીકર્તાની ઉંમર 18 થી 30 વર્ષની હોવી જોઈએ. અનામત ધરાવતા ઉમેદવારો માટે સરકારી ધારા ધોરણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2021 – પદો વિશે માહિતી

    જોબ સમરી (Job Summary)







































    નોટિફિકેશન ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2021- લાસ્કર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ફાયરમેન અને અન્ય પદો. @indiancoastguard.gov.inપરથી અરજી પત્ર (Application Form) ડાઉનલોડ કરી શકાશે.
    જાહેરાતની તારીખ ઓક્ટોબર 30, 2021
    અરજી કરવાની અંતિમ તારીખ નવેમ્બર 30, 2021
    શહેર કોલકાતા
    રાજ્ય પશ્ચિમ બંગાળ
    દેશ ભારત
    સંસ્થા કોસ્ટ ગાર્ડ મુખ્યાલય (Coast Guard Headquarters)
    શૈક્ષણિક લાયકાત ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક અને અન્ય લાયકાતો
    Functional એડમિનીસ્ટ્રેશન, અન્ય કાર્યક્ષેત્ર



    કુલ પદોની સંખ્યા - 19

    સિવિલ એમટી ડ્રાઈવર (ઓર્ડ્નરી ગ્રેડ) – 8 પોસ્ટ
    ફેરક લિફ્ટ ઓપરેટર – 1 પોસ્ટ
    એન્જીન ડ્રાઈવર – 1 પોસ્ટ
    લાસ્કર – 1 પોસ્ટ
    મલ્ટા ટાસ્કિંગ સ્ટાફ – 1 પોસ્ટ
    ફાયરમેન – 4 પોસ્ટ
    એમટી ફીટર / એમટી મિકેનિક – 3 પોસ્ટ

    આ પણ વાંચો : Railway Recruitment: રેલેવેમાં બમ્પર ભરતી, 10-12 સાથે ITI પાસની 2206 જગ્યા માટે કરો અરજી

    ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2021 – પગાર

    સિવિલિયન એમટી ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ), ફોર્ક લિફ્ટ ઓપરેટર, ફાયરમેન, એમટી ફીટર / એમટી મિકેનિક – રૂ. 19,900 (સાતમા પગારપંચ પ્રમાણે)
    એન્જીન ડ્રાઈવર – રૂ. 25,000 લેવલ 4 (સાતમા પગારપંચ મુજબ)
    લાસ્કર, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – રૂ. 18,000 લેવલ 1 (સાતમાં પગારપંચ મુજબ)

    આ પણ વાંચો : Sarkari Naukri: એન્જિનિયર માટે સરકારી નોકરી, 115 જગ્યા માટે બહાર પડી ભરતી

    ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2021- આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આપેલા પદો માટે નિયત ફોર્મેટમાં રોજગાર સમાચારપત્રમાં જોહેરાતના 30 દિવસની અંદર અરજી કરી શકે છે.
    First published: