Sarkari Naukri : DRDOમાં રિસર્ચ ફેલોની ભરતી, રૂ. 31,000 સ્ટાઇપેન્ડ મળશે, ફટાફટ જાણો વિગતો

DRDOમાં સરકારી નોકરી માટે અરજી કરો

DRDO Recruitment : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)માં કામ કરવા ઈચ્છા ધરાવતા યુવાનોને તક મળી રહી છે

  • Share this:
    ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)માં કામ કરવા ઈચ્છા ધરાવતા યુવાનોને તક મળી રહી છે. અંબરનાથ (Ambernath)માં નેવલ મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી ખાતે જુનિયર રિસર્ચ ફેલોની જગ્યા પર ભરતી કરવામાં આવશે. અહીં આ જગ્યાઓ પર નોકરી (Job) કરવા ઇચ્છુક ઉમેદવારો માટે લાયકાત, પગાર ધોરણ અને પ્રક્રિયા અંગેની જાણકારી આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, અંબરનાથ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું કેન્દ્ર છે. જ્યાં મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી ડીઆરડીઓ દ્વારા 7 જગ્યાઓ પર ભરતી (DRDO recruitment 2021) કરવામાં આવનાર છે. આ ખાલી જગ્યાઓ જુનિયર રિસર્ચ ફેલોની (Research Vacancies at DRDO) છે. જેમાં પસંદ કરાયેલા ઉમેદવારો શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે રહેશે. ત્યારબાદ ઉમેદવારોની કામગીરીના આધારે નોકરી મહત્તમ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. બીજી તરફ આ ફેલોશિપ એક મહિનાનો નોટિસ પિરિયડ આપીને કોઈપણ સમયે સમાપ્ત થઈ શકે છે.

    કેટલું સ્ટાઈપેન્ડ મળશે?

    આ નોકરી માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 31,000નું સ્ટાઈપેન્ડ મળશે. આ રકમમાં હાઉસ રેન્ટ એલાઉન્સ પણ શામેલ રહેશે.

    ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે?

    જુનિયર રિસર્ચ ફેલોની કુલ 7 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની 3 જગ્યા માટે ઉમેદવારે ફર્સ્ટ ડિવિઝન અને NET ક્વોલિફિકેશન સાથે અનુસ્નાતક ડિગ્રીની જરૂર રહેશે.

    આ પણ વાંચો : LRD ભરતી : શારીરિક કસોટીમાં પૂરા માર્ક્સ લેવા માટે દર મિનીટે લગાવવી પડશે આટલા મીટરની દોડ

    આવી જ રીતે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની 1 જગ્યા માટે પણ ફર્સ્ટ ડિવિઝન અને NET ક્વોલિફિકેશન સાથે અનુસ્નાતક ડિગ્રીની જરૂર રહેશે. ઈન ઓર્ગેનિક કેમેસ્ટ્રીની 1 જગ્યા માટે પણ ફર્સ્ટ ડિવિઝન અને NET ક્વોલિફિકેશન સાથે અનુસ્નાતક ડિગ્રીની જરૂર રહેશે. જ્યારે મેટાલર્ગી અથવા મેકેનિકલ કેમેસ્ટ્રીની 2 જગ્યા માટે યોગ્ય GATE સ્કોર સાથે બીટેક જરૂરી રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 07
    લાયકાત :  જે-તે વષયમાં અનુસ્નાતક સાથે NET પાસ
    પસંદગી પ્રક્રિયા : વોક ઈન ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની ફી : નિશુલ્ક
    નોકરી માટે વોક ઈનની તારીખ 29 નવેમ્બર, 2021
    સ્ટાઇપેન્ડની વિગતો : 31,000 રૂ.
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો



    આ પણ વાંચો :  AFMS Recruitment 2021: પરીક્ષા આપ્યા વગર સેનામાં ઓફિસર બનવાની તક, 200 જગ્યા માટે ભરતી

    કોણ કરી શકે અરજી?

    ઈચ્છુક અને લાયક ઉમેદવારો 29 નવેમ્બર, 2021ના રોજ નેવલ મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, PO આનંદ નગર, અંબરનાથ ઇસ્ટ 421506 ખાતે વોક-ઈન ઈન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે. અરજદારોએ તમામ સંબંધિત દસ્તાવેજો અને અરજી ફોર્મ સાથે નિયત સમયે રિપોર્ટ કરવાનો રહેશે. અરજીઓ સબમિટ કરવા માંગતા લોકોએ વધુ માહિતી માટે વિગતવાર ઓફિશિયલ નોટિફિકેશન પર ધ્યાન આપવું જોઈએ.
    Published by:Jay Mishra
    First published: