CDAC Mumbai Recruitment 2021: સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની કુલ 111 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
CDAC Mumbai Recruitment 2021: સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની કુલ 111 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા પર 9 ડિસેમ્બર (CDAC Mumbai Recruitment 2021 Last Date of online application) સુધી અરજી કરી શકાય છે. અરજી કરવા માટે વેબસાઇટ પરથી અરજી કરી શકાશે. કુલ 111 જગ્યા માટે બહાર પડેલી આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે અને અન્ય પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. અહીંયા આપવામાં આવેલી જાહેરાતની લિંક ખોલીને નોકરીની શરતો વાંચી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
પ્રોજેક્ટ એન્જિનિયર અને સિનિયર પ્રોજેક્ટ એન્જિનિયર પોસ્ટ્સ (CDAC Recruitment 2021) માટે અરજી કરતા ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.Tech અથવા MCAની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવાર પાસે પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ માટે BE, B. Tech અને MCAની ડિગ્રી પણ હોવી જરૂરી છે. આ સાથે ઉમેદવાર 60 ટકા ગુણ સાથે પાસ થયો હોવો જોઈએ.
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ વધુ વય મર્યાદા માટે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને મુક્તિ આપવામાં આવી છે.
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો પગાર વગેરે સંબંધિત વધુ માહિતી માટે જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.
આ વાતનું ધ્યાન રાખવું
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતીનો પ્રારંભ ગત તા.20 નવેમ્બરથી થઈ ચૂક્યો છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 ડિસેમ્બર છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ www.cdac.inની મુલાકાત લઈ શકાય છે.
1. સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ cdac.inમુલાકાત લેવી પડશે. 2. હવે હોમ પેજ પર Career વિભાગ પર ક્લિક કરો. ૩.હવે Current Openingsની લિંક પર ક્લિક કરો. 4. જ્યાં C-DAC, Mumbai invites application for various technical positions on contract basis on consolidated pay (Advertisement No. CDACM/Consal/3/2021) લિંક પર ક્લિક કરો 5. Apply Online કરો અને માંગવામાં આવેલી માહિતી દાખલ કરો. 6. તમામ જરૂરી શૈક્ષણિક ડોક્યુમેન્ટ અપલોડ કરો. 7. હવે અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો 8. ત્યારબાદ સબમિટ કરેલ અરજીની પ્રિન્ટ કાઢી લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર