Sarkari Naukri: 10 અને ITI પાસ માટે CCLમાં ભરતી, 7,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે

CCL Recruitment 2021 : CCLમાં ભરતી, આવેદન કરવાની અંતિમ તારીખ 5-12-2021

CCL Recruitment 2021 : સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે શાનદાર તક છે. સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડે ઈલેક્ટ્રિશિયન, ફિટર, કોપા, મશીનિસ્ટ, મિકેનિકલ, ટર્નર, પ્લંબર, ફોટોગ્રાફર સહિત અનેક ફિલ્ડમાં એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે.

  • Share this:
    Central Coalfields Limited (CCL recruitment 2021)માં ભરતી: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે શાનદાર તક છે. સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડે ઈલેક્ટ્રિશિયન, ફિટર, કોપા, મશીનિસ્ટ, મિકેનિકલ, ટર્નર, પ્લંબર, ફોટોગ્રાફર સહિત અનેક ફિલ્ડમાં એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર CCLની સત્તાવાર વેબસાઈટ www.centralcoalfields.in પરથી આ તમામ પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ 5 ડિસેમ્બર 2021 સુધીમાં આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે.

    લિમિટેડમાં એપ્રેન્ટીસ એક્ટ તથા NAPS હેઠળ એક વર્ષની ટ્રેડ એપ્રેન્ટીસ તાલીમ માટે ઝારખંડના રાંચીમાં સેન્ટ્રલ કોલફીલ્ડ્સ ભરતી કરવામાં આવી રહી છે. CCL એપ્રેન્ટીસ ભરતી 2021નું નોટિફિકેશન અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં 539 ટ્રેડ એ પ્રેન્ટીડસની ભરતી હબહાર પડાઈ છે.

    આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકશે?

    CCL ના અધિકૃત નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાનના માધ્યમથી અલગ અલગ ટ્રેડમાં કુલ 539 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જે ઉમેદવાર ધોરણ 10 પાસ હશે અને પોસ્ટ સંબંધિત વિષય સાથે ITI સર્ટીફિકેટ મેળવ્યું હશે, તે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકશે. એકાઉન્ટન્ટ અથવા એકાઉન્ટન્ટ પોસ્ટ માટે અરજી કરવા માટે બેન્કિંગ, નાણાકીય સર્વિસ, બી.કોમ, ફાઈનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટમાં PMKVY સર્ટીફિકેટ હોવું જરૂરી છે. CCL એ જાહેર કરેલ નોટિફિકેશનમાં તમામ પોસ્ટ માટેની માહિતી અને શૈક્ષણિક લાયકાત વિશેની જાણકારી આપવામાં આવી છે.

    આ પણ વાંચો :  Bin Sachivalay clerk Exam: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, તૈયારી માટે 3 મહિના જેટલો સમય

    વયમર્યાદા

    20 નવેમ્બર સુધીમાં ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વયમર્યાદામાં અનુસૂચિત જાતિ/ અનુસૂચુત જનજાતિના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. OBC ઉમેદવારોને આરક્ષિત સીટ હેઠળ 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

    ભરતીની ટૂંકી વિગતો































    જગ્યા 539
    શૈક્ષણિક લાયકાત ધો.10 પાસ ITI
    પસંદગી પ્રક્રિયા મેરિટના આધારે
    અરજી કરવા માટે પ્રક્રિયા ઓનલાઇન
    અરજી કરવાની અંતિમ તારીખ 5-12-2021
    ભરતીના જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    સ્ટાઈપેન્ડ

    એપ્રેન્ટીસ પદ પર ભરતી કરવામાં આવનાર ઉમેદવારોને રૂ.7 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

    આ પણ વાંચો : IND vs NZ Test Series:ટેસ્ટ સિરીઝ પહેલાં કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત, શ્રેણીમાંથી બહાર, કાનપુરની પીચે ઉડાવ્યા ભારત- ન્યૂઝીલેન્ડના હોંશ!

    કેવી રીતે અરજી કરવાની રહેશે?

    અધિકૃત વેબસાઈટ apprenticeship.org પર જઈને રજિસ્ટર ટેબ પર ક્લિક કરો. એપ્રેન્ટીસ રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈમેઈલ પર રજિસ્ટ્રેશન નંબર પર મોકલવામાં આવશે. એપ્રેન્ટીસ ઓપોર્ચ્યુનિટી ટેબ સેક્શનમાં જઈને સંબંધિત ટ્રેડ માટે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ સંબંધિત ડોક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published: