Home /News /gujarat /ગુજરાતના ગૌરવની ગરિમામાં વધારો, અમદાવાદ એરપોર્ટને મળ્યો ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ
ગુજરાતના ગૌરવની ગરિમામાં વધારો, અમદાવાદ એરપોર્ટને મળ્યો ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ
‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’
Sardar Vallabhbhai Patel International Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં સતત બીજા વર્ષે SVPIને 25 મિલિયન કેટેગરી હેઠળ ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત કરાયો છે. બુધવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં SVPI એરપોર્ટને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.
SVPI એરપોર્ટ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા કાર્યરત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું SVPI એરપોર્ટ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા અવિરત કાર્યરત છે. પ્રવાસીઓની બહેતર સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં SVPI સમર્પિત પ્રયાસો કરતુ રહ્યું છે. SVPIએ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલો કરી છે. એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા અવ્વલ દરજ્જાની છે.
ASSOCHAM નેશનલ કાઉન્સિલ ઓન સિવિલ એવિએશન એન્ડ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે SVPI એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. ASSOCHAM નેશનલ કાઉન્સિલ ઓન સિવિલ એવિએશન એન્ડ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગ્રણી એરલાઈન્સ, એરપોર્ટ ડેવલપર્સ, કાર્ગો ઈન્ડસ્ટ્રી, ફ્રેઈટ ફોરવર્ડર્સ, ડ્રોન, લોજિસ્ટિક્સ અને MRO કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બુધવારે નાગરિક ઉડ્ડયન વિશે 14મી વાર્ષિક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-કમ-એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર