કચ્છમાં નોટબંધીની અસર,આયોજકોએ સમુહલગ્નો મોકુફ રાખવા પડ્યા

News18 Gujarati | Pradesh18
Updated: November 20, 2016, 4:51 PM IST
કચ્છમાં નોટબંધીની અસર,આયોજકોએ સમુહલગ્નો મોકુફ રાખવા પડ્યા
ભૂજઃકચ્છમાં નોટબંધીની અસર ધીરે ધીરે લોકો સમક્ષ આવવા લાગી છે. સામાન્ય ખરીદીથી લઈને જીવનનિ્રવાહ સુધી અનેકે મુશ્કેલીઓ સામે આવી રહી છે. કચ્છના છેવાડાના ગામોની અતિ દુષ્કર હાલત વચ્ચે હાઈવે ટચ ભચાઉ શહેરમાં 35થી વધુ દંપતિઓના લગ્ન અટવાયા છે. સમાજ દ્વારા નોટબંધીની અસરને પગલે સમહુલગ્નોનું આયોજન રદ્ધ કરી દેવાતા આ મુશ્કેલી સર્જાઈ છે.

  • Pradesh18
  • Last Updated: November 20, 2016, 4:51 PM IST
  • Share this:

ભૂજઃકચ્છમાં નોટબંધીની અસર ધીરે ધીરે લોકો સમક્ષ આવવા લાગી છે.  સામાન્ય ખરીદીથી લઈને જીવનનિ્રવાહ સુધી અનેકે મુશ્કેલીઓ સામે આવી રહી છે.  કચ્છના છેવાડાના ગામોની અતિ દુષ્કર હાલત વચ્ચે હાઈવે ટચ ભચાઉ શહેરમાં 35થી વધુ દંપતિઓના લગ્ન અટવાયા છે. સમાજ દ્વારા નોટબંધીની અસરને પગલે સમહુલગ્નોનું આયોજન રદ્ધ કરી દેવાતા આ મુશ્કેલી સર્જાઈ છે.

કચ્છના ભચાઉમાં બ્રાહ્મિનો સોશ્યલ ગ્રુપ અને લુહાર સુથાર સમાજ દ્વારા આ વર્ષે આયોજિત સમુહલગ્ન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. તમામ આયોજન પાર પાડી દેવાયા પછી નોટબંધીને પગલે ખર્ચ અને દાનના પ્રવાહમાં મોટી ઓટ આવી હોવાથી આ નિર્ણય લેવો પડયો છે. બ્રાહ્મિન સોશ્યલ ગ્રુપ દ્વારા મંડપ, ડેકોરેશન, જમણવાર, હોલ બુકિંગ આમંત્રણ સહિતના  આયોજન કરી લેવાયા હતા પરંતુ 8-11ના નોટબંધીની જાહેરતા પછી દાતાઓના દાનની સરવાણી, ખર્ચ માટે છુટા રૂપિયાના અછત સહિતના કારણે આ સમુહલગ્નના આયોજન રદ કરી દેવાયા છે.

આ જ રીતે લુહાર સુથાર સમાજે પણ પોતાના આયોજન રદ્ કરી દીધા છે. બન્ને સમાજમાં મળીને કુલ્લ 35 થી વધુ લગ્ન લેવાના હતા પણ આ આયોજન રદ થતાં હવે આ નવદંપતિઓને પણ નોટબંધીની નડતર સામે આવી છે.  આ જ રીતે આગામી દિવસોમાં આયોજિત ભચાઉ લોહાણા સમાજના સમુહલગ્ન યોજવા કે નહી તે અંગે સમાજ હવે નિર્ણય લેશે. 
First published: November 20, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading