બાપ્પાની પૂજામાં સલમાન ખાનથી થઇ ચૂક, સોશિયલ મીડિયા પર થયો Troll

News18 Gujarati
Updated: September 5, 2019, 10:00 AM IST
બાપ્પાની પૂજામાં સલમાન ખાનથી થઇ ચૂક, સોશિયલ મીડિયા પર થયો Troll
સલમાન ખાનનાં ઘરે પણ ગણપતિ બાપ્પાનું આગમન થયુ હતું. ભાઇનાં આખા પરિવારે ખુબજ ધૂમધામથી તેમનો સત્કાર કર્યો હતો, પણ આ સમયે સલમાનથી એક ચૂક થઇ ગઇ.

સલમાન ખાનનાં ઘરે પણ ગણપતિ બાપ્પાનું આગમન થયુ હતું. ભાઇનાં આખા પરિવારે ખુબજ ધૂમધામથી તેમનો સત્કાર કર્યો હતો, પણ આ સમયે સલમાનથી એક ચૂક થઇ ગઇ.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ગણપતિ બાપ્પાની પૂજા પાઠમાં બોલિવૂડનાં દરેક સ્ટાર્સનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. તમામનાં ઘરમાં એકથી એક ગણેશ પંડાલ હોય છે. સલમાન ખાનનાં ઘરે પણ ગણપતિ બાપ્પાનું આગમન થયુ હતું. ભાઇનાં આખા પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. પણ સમલાનથી એક નાનકડી ચૂક થઇ ગઇ અને તેને સોશિયલ મીડિયા પર આ કારણે ટ્રોલ પણ કરવામાં આવ્યો.

સલમાન ખાને ભગવાનની આરતી સમયે આહિલને હાથમાં ઉઠાવ્યો હતો. આ કારણે તેને કનફ્યૂઝનમાં આરતીની થાળી ખોટી દિશામાં ફેરવી હતી. બસ આજ ભૂલ લોકોની આંખોમાં ખટકી ગઇ અને સોશિયલ મીડિયાપમાં યૂઝર્સે ભાઇનાં ક્લાસ લઇ લીધા.

ઇન્સ્ટાગ્રામ પર સંજીદાએ સલમાનની આ ભૂલ પર પોઇન્ટ કરતાં લખ્યું કે, 'આખરે આ મુસલમાન છે' અન્ય એક યૂઝરે લખ્યું કે, 'આ શું કરી રહ્યો છે આ, મુસ્લિમ આવું કેવી રીતે કરી શકે છે?' કરીમે લખ્યું કે, 'હું સમલાન અને તેનાં પરિવારથી ખુબજ નારાજ છું.'
 
View this post on Instagram
 

#salmankhan with little #ahil today #ganpatiarti at #arpitakhansharma home #viralbayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on


એક તરફ જ્યાં લોકો સલમાનની ભૂલ અને તેનાં ધર્મ પર કમેન્ટ કરી રહ્યાં હતાં ત્યાં કેટલાંક લોકો એવાં પણ કેટલાંક હતાં જે ભાઇનાં સપોર્ટમાં હતાં. સલમાનનાં ફેન્સ તેનાં હેટર્સને જડબાતોડ જવાબ આપી રહ્યાં હતાં. કેટલાંકે તો એવો દાવો પણ કરી દીધોકે આવી કમેન્ટ કરનારા પાકિસ્તાનીઓ છે.

રિયા નામની એક યૂઝરે લખ્યું કે, 'મને ખબર નથી પડતી કે, પાકિસ્તાનીઓને ખરેખરમાં શું તકલીફ છે? કોઇ ભારતીય કંઇપણ કરે, તેમને તેનાં ઉપર કમેન્ટ કેમ કરવી હોય છે? પ્રેમાળ પાકિસ્તાનીઓ તમારા કામથી કામ રાખો, અન્યનાં કામમાં ટાંગ ન અડાઓ.'
First published: September 5, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading