જ્યારે રિઅલ લાઇફમાં લોકલ ટ્રેનમાં સુઇ ગયો સલમાન ખાન અને સ્ટેશન પર વિતાવી આખી રાત..

મુંબઇ નગરીની લાઇફ લાઇન છે લોકલ ટ્રેન. દરરોજ મુંબઇની લોકલ ટ્રેનનો આવન-જાવન માટે લાખો લોકો ઉપયોગ કરે છે

News18 Gujarati
Updated: July 12, 2018, 12:14 PM IST
જ્યારે રિઅલ લાઇફમાં લોકલ ટ્રેનમાં સુઇ ગયો સલમાન ખાન અને સ્ટેશન પર વિતાવી આખી રાત..
મુંબઇ નગરીની લાઇફ લાઇન છે લોકલ ટ્રેન. દરરોજ મુંબઇની લોકલ ટ્રેનનો આવન-જાવન માટે લાખો લોકો ઉપયોગ કરે છે
News18 Gujarati
Updated: July 12, 2018, 12:14 PM IST
મુંબઇ: મુંબઇ નગરીની લાઇફ લાઇન છે લોકલ ટ્રેન. દરરોજ મુંબઇની લોકલ ટ્રેનનો આવન-જાવન માટે લાખો લોકો ઉપયોગ કરે છે. તો હજારો લોકો આ સેવામાં કામ કરે છે. કોઇ ડબ્બામાં ચઢવું એક મુશ્કેલી કામ છે. અને તેમાં પણ બેસવાની જગ્યા મળવી તેનાંથી પણ અઘરુ કામ છે. આ ટ્રેનમાં સફર કરનારા કેટલાંક લોકો એક થકાઉ અને ઉબાઉ દિવસ બાદ સુઇ જાય છે. પણ સલમાન ખાને હાલમાં જ એક અલગ અનુભવ શેર કર્યો જ્યારે દસ કા દમમાં એક સવાલ પુછવામાં આવ્યો કે લોકલ ટ્રેનમાં કેટલાં લોકો સુઇ ગયા હશે અને તેમણે તેમનું ડેસ્ટિનેશન મિસ કરી દીધુ હશે. તો તે જવાબ સાથે જોડાયેલો કે કિસ્સો સલમાન ખાન પોતેએ શેર કર્યો હતો. સલમાને તેનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે,

તે કોલેજનાં દિવસો હતા જ્યારે ચર્ચગેટની લોકલથી તે કોલેજ જતો હતો. એખ દિવસ સાઉથ મુંબઇથી તે તેનાં મિત્રને મળ્યા બાદ લોકલ પકડવા સ્ટેશન પર ગયો. પણ છેલ્લી લોકલ તેનાંથી ચૂકાઇ ગઇ. અને તેણે સ્ટેશન પર બેસીને પહેલી લોકલની રાહ જોવાનો નિર્ણય કર્યો. જેથી સવારે વ્હેલા તે ઘરે જઇ શકે. તે એટલો થાકેલો હતો કે જ્યારે પહેલી લોકલ આવી તો તે વિરાર સુધીની હતી પણ તે તેમાં ચઢી ગયો અને સુઇ ગયો. જ્યારે તેની આંખ ખુલી તો તે વિરાર પહોંચી ગયો હતો.

હવે તે કંઇ કરી શકે એમ હતો નહીં એટલે એજ લોકલમાં બેસીને તે પાછો ફર્યો અને આ વખતે પણ તે પછો સુઇ ગયો. અને તે ઘરે બાન્દ્રા ઉતરવાની જગ્યાએ ચર્ચગેટ પહોંચી ગયો. પછી ઘરે જવાની જગ્યાએ તેને લેક્ચર અટેન્ડ કરવાનો નિર્ણય કર્યો અને બાદમાં તે ઘરે ગયો.

વેલ સલમાન ખાને શેર કરેલો તેનો આ અનુભવ ખરેખરમાં ચોકાવનારો છે. ટ્રેન મિસ થઇ જવી... પછી મુંબઇનાં એક છેડાથી બીજા તરફનો સફર અને બે દિવસ બાદ ઘરે જવું.. ખરેખરમાં સલમાન ખાનનાં જીવનમાં બનેલી આ આખી ઘટના કોઇ ફિલ્મી સીનથી કમ નથી.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...