સલમાન ખાનની બહેન અર્પિતા જ્યારે દુબઇની રેસ્ટોરન્ટમાં એક એક કરીને તોડવા લાગી પ્લેટ, VIDEO VIRAL
સલમાન ખાનની બહેન અર્પિતા જ્યારે દુબઇની રેસ્ટોરન્ટમાં એક એક કરીને તોડવા લાગી પ્લેટ, VIDEO VIRAL
અર્પિતા ખાન ભાઇ સલમાનની સાથે
અર્પિતા ખાન (Arpita Khan Sharma) બેઠા બેઠા તેની મિત્ર સાથે વાત કરી રહી છે અને તેની બાજુમાં રાખેલી પ્લેટ્સને ફ્લર પર ફેંકતી જઇ રહી છે. અર્પિતાનો આ વીડિયો દુબઇની એક રેસ્ટોરન્ટનો છે. જ્યાં તે એક બાદ એક પ્લેટ્સ તોડતી નજર આવી રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન (Salman Khan) હાલનાં દિવસોમાં બિગ બોસ (Bigg Boss 14) હોસ્ટ કરવાં અને તેની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેની લાડલી બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma) ચર્ચામાં રહે છે. ખરેખરમાં અર્પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ રહે છે. વીડિયોમાં અર્પિતા એક રેસ્ટોરન્ટમાં તેની ફ્રેન્ડની સાથે નજર આવી રહી છે. જ્યાં તે એક બાદ એક પ્લેટ્સ તોડતી (Arpita Khan Break The Plates) નજર આવી રહી છે. અર્પિતા બેઠા બેઠા તેની ફ્રેન્ડની સાથે વાત કરી રહી છે. અને તેની બાજુમાં રાખેલી પ્લેટ્સ ફ્લોર પર ફેંકતી નજર આવી રહી છે.
અર્પિતાનો આ વીડિયો દુબઇની એક રેસ્ટોરન્ટનો છે. જ્યાં તે એક બાદ એક પ્લેટ્સ તોડતી નજર આવી રહ્યાં છે. જોકે, અર્પિતાએ આ પ્લેટ્સ ગુસ્સામાં નથી તોડી, પણ તેણે એક ફન એક્ટિવિટી હતી. જ્યાં અર્પિતા તેની ફ્રેન્ડ સાથે વાત કરતાં કરતાં હસતા હસતા પ્લેટ્સ ફેંકતી નજર આવી રહી છે. અર્પિતા ખાનશર્માએ તેનો આ વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. જે હવે તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
આ ઉપરાંત અર્પિતાએ તેનાં દીકરા આહિલનો પણ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જ્યાં, અર્પિતા રેસ્ટોરન્ટમાં પ્લેટ્સ તોડતી નજર આવી રહી છે તો તે આહિલ ઘર પર પ્લેટ્સ ફેંકતો નજર આવે છે. અર્પિતાએ તેની ફ્રેન્ડ્સની સાથે મળીને પ્લેટ્સ તોડત નજર આવી છે. હાલમાં જ અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માની સાથે તેમનાં લગ્નની વર્ષગાંઠ ઉજવી છએ. આ સમયે તેણે તેનાી અને આયુષનો ફોટો શેર કરતાં તેનાં પતિ માટે રોમેન્ટિક અને સ્પેશલ પોસ્ટ શેર કરી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર