Home /News /gujarat /

જ્યારે સલમાને ફોરેસ્ટ ઓફિસરને કહ્યું હતું કે, 'તું ઓફિસર છે તો હું પણ વિરપ્પન છું'

જ્યારે સલમાને ફોરેસ્ટ ઓફિસરને કહ્યું હતું કે, 'તું ઓફિસર છે તો હું પણ વિરપ્પન છું'

બિશ્નોઇમાં મોડી રાત્રે ફટાકડાની અવાજ સંભળાવવા લાગ્યો. અચાનક જ આસપાસ એક મારૂતી જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી.

બિશ્નોઇમાં મોડી રાત્રે ફટાકડાની અવાજ સંભળાવવા લાગ્યો. અચાનક જ આસપાસ એક મારૂતી જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી.

  જોધપુર: આજે કાળિયાર કેસનો જોધપુર કોર્ટમાં સલમાન ખાન દોષિત જાહેર કરવામાં આવ્યો છે તો તેનાં સાથીઓને બેનીફિટ ઓફ ડાઉટ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, મુખ્ય વાત એ છે કે આ કેસ કોણે બનાવ્યો અને કોની જુબાનીએ ફરિયાદ નોંધવામાં આવી. આ કેસની તપાસ રાજસ્થાનનાં પૂર્વ વન અધિકારી લલિત બોરાને સોંપવામાં આવી હતી. તે પહેલાં અધિકારી હતા જેમણે સલમાન ખાનની આ કેસમાં 'હમ સાથ સાથ હૈ'નાં સેટથી ધરપકડ કરવામાં આવી હતી. લલિત બોરાએ 2002માં ફોરેસ્ટ સર્વિસ છોડી દીધી હતી. સલમાનનાં કેસ મામલે આપવામાં આવેલાં એક ઇન્ટરવ્યૂમાં લલિત બોરાએ કહ્યું કે, તેમને ડર છે કે બાકી બે કેસની જેમ આ કેસમાં પણ તેમનાં દ્વારા ભેગા કરવામાં આવેલાં પુરાવા કોર્ટ નજરઅંદાજ કરી દેશે. આવો જાણીયે લલિત બોરાની જુબાની.

  લલિત બોરાએ ન્યૂઝ પોર્ટલ કૈચ સાથે વાત કરતાં કહ્યું હતું કે, 2 ઓક્ટોબર 1998નાં રોજ ગુડા બિશ્નોઇનાં રહેનારાએ વન વિભાગની ઓફઇસ આવીને 2 કાળઇયારનાં શિકાર થયાનો દાવો કર્યો હતો. આ નજરેજોનારા સાક્ષીનાં જણાવ્યા મુજબ, ગુડા બિશ્નોઇમાં મોડી રાત્રે ફટાકડાની અવાજ સંભળાવવા લાગ્યો. અચાનક જ આસપાસ એક મારૂતી જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી.

  સલમાને ગામવાળાને બતાવી હતી બંદૂક

  આ અવાજ સાંભળ્યા બાદ એક નજરેજોનાર સાક્ષી ઘરની બહાર આવીને અન્ય ગામવાળાને લઇને ઘટનાસ્થળે પહોચ્યો હતો. જ્યાં તેણે બે કાળીયારને મૃત હાલતમાં જોયા હતાં. ગામવાળઆએ જિપ્સીનાં રજિસ્ટ્રેસન નંબર નોંધ્યા. બોરાએ કહ્યું કે, ગામવાળાએ જિપ્સી રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ સલમાને તેમને બંદૂક બતાવી હતી અને તે ત્યાંથી ભાગી ગયો હતો. ગામવાળાએ બાઇક પર સવાર થઇને સલમાનની ગાડીનો પીછો પણ કર્યો હતો. પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતાં.

  વર્ષો સુધી ગૂમ રહ્યો કેસનો મુખ્ય સાક્ષી

  7 ઓક્ટોબરે આ કેસ લલિત બોરાને સોપ્યો હતો. તપાસમાં માલૂમ થયુ કે જિપ્સી અરૂણ યાદવની હતી. જેણે ગાડી સલમાનને ભાડે આપી હતી. અૂણ યાદવનાં કહેવા અનુસાર જિપ્સીને હરીશ દુલાની ડ્રાઇવ કરી રહ્યો હતો. જે આ કેસનો મુખ્ય સાક્ષી છે. તપાસ પૂર્ણ થયા બાદ દુલાની વર્ષોથી ગૂમ થઇ ગયો હતો જે બાદ કેસ કમજોર થતો ગયો.

  પુછપરછમાં ડ્રાઇવરે જણાવ્યો આખો મામલો

  બ્લેકબક કેસની પૂછપરછ દરમિયાન ફોરેસ્ટ અધિકારીઓએ સલમાનનાં કાળિયાર હરણનો શિકાર સલમાને કર્યો હોવાનું સામે આવ્યું. તેનો ખુલાસો દુલાનીએ કર્યો હતો. તેણે કહ્યું કે, સલમાન અને સૈફ ગાડીની આગળની સીટ પર બેઠા હતા. જ્યારે નીલમ, સોનાલી અને તબ્બુ પાછળ બેઠા હતાં. જંગલી જાનવરનાં શિકાર કરતા સમયે જ્યારે સલમાન ટારગેટ મિસ કરતાં તો સેફ તેને
  ફોકસ કરવા કહેતો હતો. દુલાનીની આ જુબાની બાદ સલમાનની સેટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

  સલમાનનું નિવેદન

  જેલ ગયો તો સોમીથી લગ્ન કેવી રીતે થશે. કેસની તપાસ દરમિયાન એક કિસ્સો થયો હતો. લલિત બોરાને કહ્યું કે, પુછપરછ દરમિયાન સલમાને તેમને કહ્યું હતું કે, મને જવાદો જો મારી ધરપકડ થઇ તો મારા અને સોમી અલીનાં લગ્ન કેવી રીતે થશે?  સૈફે આપી હતી PM,રાષ્ટ્રપતિ પાસે જવાની ધમકી-

  બોરાએ સૈફ અલી ખાન વિશે પણ મોટો ખુલાસો કર્યો હતો તેણે કહ્યું હતું કે પુછપરછ દરમિયાન સૈફ તેને ધમકાવતો હતો. સૈફ ખુબ જલદી ગુસ્સે થઇ જતો હતો. અને વસ્તુઓ આમ તેમ ફેકવા લાગતો હતો. એટલું જ નહીં સૈફે મને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે જવાની ધમકી આપી હતી. સૈફે મને કહ્યું હતું કે, શું હું વિરપ્પનને ઓળખુ છુ? તે બોલ્યો જો તુ ફોરેસ્ટ ઓફિસર છે તો હું
  વીરપ્પન છું. લલિત બોરાએ કહ્યું કે, સલમાને પણ મને કહ્યું હતું કે, તુ ફોરેસ્ટ ઓફિસર છુ તો હું વીરપ્પન છું.

  પોસ્ટમોર્ટમમાં દાવો વધુ ખાવાથી, કુદવાથી મર્યા કાળિયાર

  બોરાએ કહ્યું કે, કાળઇયારની પહેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની મોત વધુ ખાવા અને કુદવાથી થઇ છે. બોરાએ કહ્યું કે, આ ઘણુ જ અજીબ હતુ કારણ કે કોઇપણ હરણ  વધુ ખાવા કે કુદવાથી મરતુ નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Black Buck case, Forest Department, Forest officer, સલમાન ખાન

  આગામી સમાચાર